IPL/ શું ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2023 રમશે,કેપ્ટન કૂલે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

IPL 2022 ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અપેક્ષા મુજબ નહોતું ગયું, ટીમને પ્રથમ ચાર મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ફ્રેન્ચાઇઝી ચાલુ સિઝનના ખરાબ તબક્કાને ભૂલીને આગળ વધવા માંગે છે

Sports
4 2 12 શું ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે IPL 2023 રમશે,કેપ્ટન કૂલે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

IPL 2022 ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે અપેક્ષા મુજબ નહોતું ગયું. ટીમને પ્રથમ ચાર મેચમાં સતત હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ફ્રેન્ચાઇઝી ચાલુ સિઝનના ખરાબ તબક્કાને ભૂલીને આગળ વધવા માંગે છે. ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે કે ટીમનો સ્ટાર ખેલાડી એમએસ ધોની આગામી સિઝનમાં ખેલાડી તરીકે ટીમ સાથે જોડાશે અને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કેપ્ટન તરીકે ચાલુ રહેશે.

એમએસ ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં ટોસ દરમિયાન કહ્યું હતું કે તે આવતા વર્ષે રમશે. કારણ કે તે ચાહકોને, ખાસ કરીને ચેન્નાઈના ચાહકોને નિરાશ કરવા માંગતો નથી. રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ સુપર કિંગ્સની વર્તમાન સિઝનની ફાઈનલ મેચના ટોસ દરમિયાન ધોનીએ કહ્યું કે, ચોક્કસ હું આવતા વર્ષે રમીશ. ચેન્નાઈમાં ના રમવું, ચેન્નાઈને ના કહેવું અયોગ્ય ગણાશે. સુપર કિંગ્સના ચાહકો માટે આ સારી વર્તન નથી. મને ખબર નથી કે આગામી વર્ષ મારું છેલ્લું વર્ષ હશે કે નહીં, પરંતુ હું ચોક્કસ કહી શકું છું કે આવતા વર્ષે અમે મજબૂત રીતે પાછા આવીશું.

 એમએસ ધોનીએ ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે તે IPL 2023 માટે ઉપલબ્ધ રહેશે. સીએસકેની 8 મેચમાં કેપ્ટનશિપ કરનાર રવિન્દ્ર જાડેજા પણ ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ચાલુ સિઝનમાં તેના પ્રદર્શન કરતાં વધુ કેપ્ટનશિપ માટે ચર્ચામાં રહી હતી. ટુર્નામેન્ટની શરૂઆતના બે દિવસ પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા રવિન્દ્ર જાડેજાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો. પરંતુ 8 મેચમાં માત્ર બે જીત મેળવ્યા બાદ જાડેજાને કેપ્ટન પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો અને ધોનીને ફરીથી ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને પછીની કેટલીક મેચો બાદ જાડેજા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

સુકાનીપદમાં પરત ફર્યા બાદ પ્રથમ મેચ જીત્યા બાદ ધોનીએ એવા સંજોગો વિશે વાત કરી કે જેના કારણે તેને કેપ્ટનશીપ પરત લેવાની ફરજ પડી હતી. તેણે સમજાવ્યું કે કેપ્ટનશિપની જાડેજાની રમત પર અસર થઈ રહી હતી, અને ટીમ મેનેજમેન્ટે આખરે નિર્ણય લીધો કે તેમને જાડેજા ખેલાડીની વધુ જરૂર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2022 ની તેની છેલ્લી લીગ મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું. બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. રાજસ્થાનની ટીમમાં શિમરોન હેટમાયર અને ચેન્નાઈની ટીમમાં અંબાતી રાયડુ છે.