Kutch/ વિનાશક ભૂકંપ બાદ કચ્છનો વિકાસ જોઈ આનંદીત, મોદીજીની દુરદર્શીતાનાં લીધે કચ્છ બેઠું થયું : અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ગુજરાતના કચ્છમાં ‘ફ્રન્ટિયર એરિયા ડેવલપમેન્ટ ફેસ્ટિવલ 2020’ નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે ભૂકંપ પછી કચ્છ અને ભુજ આજે ફરી ઉભા થયા છે,

Top Stories Gujarat Others
a 41 વિનાશક ભૂકંપ બાદ કચ્છનો વિકાસ જોઈ આનંદીત, મોદીજીની દુરદર્શીતાનાં લીધે કચ્છ બેઠું થયું : અમિત શાહ

ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે ગુજરાતના કચ્છમાં ‘ફ્રન્ટિયર એરિયા ડેવલપમેન્ટ ફેસ્ટિવલ 2020’ નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે ભૂકંપ પછી કચ્છ અને ભુજ આજે ફરી ઉભા થયા છે, આનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીની દ્રષ્ટિ અને ભુજના લોકોના સંઘર્ષ મહેનત અને ઉત્સાહને જાય છે.

અગાઉ કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણ ડી કે એ જણાવ્યું હતું કે, ગામના વડાઓ ઉપરાંત ત્રણ જિલ્લાના જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યોને પણ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે. ગુજરાતનો કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ પાકિસ્તાનની સરહદમાં છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે, “કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે ધારડો નજીક ગામના વડાઓ અને અન્ય મહાનુભાવોને સંબોધન કરશે. તેઓ એક પ્રદર્શનનું ઉદઘાટન પણ કરશે જેમાં સરકારી યોજનાઓ અને સંસ્થાઓના સ્ટોલ શામેલ હશે.”

ધોરડોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, પોતાનાં નિવેદનમાં અમિત શાહે દિવાળી પર્વની રાજ્યની જનતાને શુભકામનાઓ આપતા કહ્યું કે, આપણી સરહદોમાં આશાપુરાના આશિર્વાદથી સલામત છે. કચ્છની સ્મૃતિને રિવાઇન્ડ કરું તો ભૂકંપ યાદ આવે છે. કચ્છની ધરતી પર સદાયમાં આશાપુરાનાં આશિર્વાદ રહ્યાં છે. વિનાશક ભુકંપ બાદ બેઠા થયેલા કચ્છને જોઇ સંતોષ થયો. એક સમયે ભુજનું પોસ્ટિંગ સરકારી નોકરીમાં પનીશમેન્ટ પોસ્ટિંગ ગણાતું હતું. હવે ભુજનાં પોસ્ટિંગ માટે સચિવાલયમાં લાઇનો લાગે છે.

ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વિનાશક ભુકંપ બાદ કચ્છનો વિકાસ જોઈ આનંદ થયો અને મોદીજીની દુરદર્શીતાના લીધે કચ્છ બેઠું થયું છે. દેશની 15 હજાર કિ.મી. ની સરહદને સુરક્ષા જવાનો સાચવે છે. પ્રત્યેક નાગરિક જાગૃત ન થાય ત્યાં સુધી આપણે સુરક્ષિત નથી. પુલવામા નાં હુમલાખોરોનો આપણે ઘરમાં ઘૂસી જવાબ આપ્યો છે. ભાજપે સર્જીકલ સ્ટ્રાઇક કરી જડબાતોડ જવાબ આપ્યો છે. 1971 યુદ્ધમાં જવાનો ની કામગીરીને યાદ કરતા તે સમયે રનવે રાતોરાત તૈયાર કરનાર વિરાગનાઓને પણ યાદ કર્યા હતા. સીમા વિસ્તારમાં વિકાસને વધુ વેગ અપાશે તેવી ખાતરી સાથે મોદી સરકારે 6 વર્ષમાં સીમાવર્તી જિલ્લાઓનો વિકાસ કર્યો છે તેની પણ વાત કરી હતી.

કોંગ્રેસ પર ચાબખા વિંઝતા શાહે કહ્યુ કે, કોંગ્રેસ સરદાર સાહેબના સુચનો પર ચાલી નહિ. મોદી સરકારે સરદારના સુચનોનો અમલ શરૂ કર્યો છે. મોદી સરકારે સરહદી વિસ્તારોમાં સેના માટે સુરંગો બનાવી. 2014 બાદ 6 નવી સુરંગો બનાવી. કોંગ્રેસના શાસનમાં માત્ર 1 જ સુરંગ બનેલી. ભાજપે 11800 કરોડ સીમા સુરક્ષા પાછળ બજેટ ફાળવ્યું છે. કોંગ્રેસે માત્ર સીમા સુરક્ષા પાછળ 3300 કરોડ જ ફાળવેલા હતું.

જુઓ અહીં – મોદીજીની દુરદર્શીતા ના લીધે કચ્છ બેઠું થયું: શાહ