Not Set/ ૭૦મા આર્મી દિવસ પર દિલ્લીમાં યોજાઈ પરેડ, સેના પ્રમુખે લીધી સલામી

દેશનું ગૌરવ કહેવાતી ભારતીય સેના આજે પોતાનો ૭૦મો સેના દિવસ મનાવી રહી છે. આ દિવસે આર્મીની સાથે દેશભરના લોકો સેનાને સલામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સેના દિવસ પર ભારતીય સેનાના તમામ જવાન અને તેમના પરિવારને શુભકામના પાઠવી હતી. તો પીએમ મોદીએ પણ ભારતીય સેનાના જવાનોને શુભકામના પાઠવી હતી. આર્મી ચીફ બિપિન […]

Top Stories
૭૦મા આર્મી દિવસ પર દિલ્લીમાં યોજાઈ પરેડ, સેના પ્રમુખે લીધી સલામી

દેશનું ગૌરવ કહેવાતી ભારતીય સેના આજે પોતાનો ૭૦મો સેના દિવસ મનાવી રહી છે. આ દિવસે આર્મીની સાથે દેશભરના લોકો સેનાને સલામ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સેના દિવસ પર ભારતીય સેનાના તમામ જવાન અને તેમના પરિવારને શુભકામના પાઠવી હતી. તો પીએમ મોદીએ પણ ભારતીય સેનાના જવાનોને શુભકામના પાઠવી હતી. આર્મી ચીફ બિપિન રાવતે દિલ્લીમાં યોજાઈ રહેલી પરેડની સલામી ઝીલી હતી. આ પહેલા સેના અધ્યક્ષ જનરલ બીપીન રાવતે દિલ્હીમાં આવેલા અમર જ્યોત જવાન ખાતે પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંડે સોમવારે સવારે ટ્વિટ કરીને ભારતીય સેનાને યાદ કરી હતી. તેઓએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “આર્મી ડેના પ્રસંગે, ભારતીય સેનાના તમામ સૈનિકો, યુદ્ધવીરો અને ગણવેશધારી સૈનિકોના પરિવારોને અભિનંદન આપુ છુ. તમે અમારા રાષ્ટ્રના ગૌરવ છો. દરેક ભારતીય શાંતિમાં ઊંઘી શકે છે, કારણ કે તે વિશ્વાસ છે કે તમે સાવચેત અને સજાગ છો”
વડા પ્રધાને ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “સૈન્ય દિવસના પ્રસંગે હું સૈનિકો અને તેમના પરિવારોને અભિનંદન આપું છું. ભારતના દરેક નાગરિક સૈન્યમાં માને છે, જે હંમેશા રાષ્ટ્રની સલામતીની આશા રાખે છે”.
મહત્વનું છે કે, જનરલ કે. એમ કરિઅપ્પા આઝાદ ભારત પહેલા સેના પ્રમુખ બન્યા હતા અને તેમના સન્માનમાં દર વર્ષે ૧૫ જાન્યુઆરીએ આર્મી ડે મનાવવામાં આવે છે.