Not Set/ અર્ણબ ગોસ્વામીની અરજી પર SC માં સુનાવણી, FIR રદ્દ કરવા મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો

સોમવારે સુપ્રીમ કોર્ટમાં રીપબ્લીક ટીવીનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામી વતી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરવામાં આવી. આ અરજી મુંબઈમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવા માટે કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ઉપરાંત, અર્ણબ ગોસ્વામીની ધરપકડ પર નો સ્ટે ચાલુ રાખ્યો છે. આ પહેલા કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને તેમને […]

India
6d074e6bb5a4d9356a0a9807cd7e01c4 1 અર્ણબ ગોસ્વામીની અરજી પર SC માં સુનાવણી, FIR રદ્દ કરવા મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો

સોમવારે સુપ્રીમ કોર્ટમાં રીપબ્લીક ટીવીનાં મુખ્ય સંપાદક અર્ણબ ગોસ્વામી વતી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરવામાં આવી. આ અરજી મુંબઈમાં તાજેતરમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ્દ કરવા માટે કરવામાં આવી હતી. કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ઉપરાંત, અર્ણબ ગોસ્વામીની ધરપકડ પર નો સ્ટે ચાલુ રાખ્યો છે. આ પહેલા કોર્ટે મહારાષ્ટ્ર પોલીસને તેમને સુરક્ષા પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો.

જણાવી દઇએ કે, 2 મે નાં રોજ, મુંબઈમાં અર્ણબ ગોસ્વામી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 14-15 નાં રોજ પ્રસારિત થયેલા તેના કાર્યક્રમ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. તેથી જ અર્ણબ ગોસ્વામીનાં વકીલ હરીશ સાલ્વેએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમજ આ એફઆઈઆર રદ્દ કરવાની માંગ કરી. આ અરજીની સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. તેમને આપેલી સુરક્ષાની અવધિ પણ લંબાવી દીધી છે.

નાગપુરમાં અર્નબ ગોસ્વામી વિરુદ્ધ સામાજિક તકરારને પ્રોત્સાહન આપવા માટે કેસ દાખલ કરાયો હતો. નાગપુર પોલીસનાં જણાવ્યા અનુસાર ગોસ્વામી વિરુદ્ધ કલમ 117, 120 બી, 153 એ, 153 બી, 295 એ, 290 એ, 500, 504, 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેની સામે છત્તીસગઢનાં રાયપુરમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ સિવાય કોંગ્રેસ દ્વારા દેશનાં જુદા જુદા ભાગોમાં ઘણા વધુ કેસ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અર્ણબ ગોસ્વામીએ ગત મહિને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ મુંબઇમાં ઓફિસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર સવાર બે લોકોએ તેમના ઉપર હુમલો કર્યો હતો. હુમલો કરનારાઓએ બારીનો કાચ તોડવાનો પ્રયાસ કર્યો હતો. અર્ણબે હુમલો કરનારાઓને કોંગ્રેસનાં ગુંડાઓ ગણાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.