Not Set/ Loksabha Election 2019: મોદી VS રાહુલના વાયદાઓ

મોદી VS રાહુલના વાયદાઓ મોદીએ બજેટમાં ખેડૂતો-મધ્યવર્ગને આકર્ષવાનો કર્યો પ્રયાસ રાહુલ ગાંધીની ગરીબો માટે ન્યાય સ્કીમ શું રાહુલ ગરીબોને 12 હજાર મહિનેનો વાયદો આપીને મારશે બાજી? 12 હજારથી ઓછી આવકવાળા લોકોને 72 હજાર રૂપિયા વાર્ષિક અપાશે મોદી સરકારની ખેડૂત સન્માન નિધિ યોજના મોદી સરકારની જાહેરાત 5 એકર જમીનવાળા ખેડૂતોને 6 હજાર રૂ.વાર્ષિક મળશે ચૂંટણી નજીક […]

India Politics
RAHUL GANDHI PM MODI Loksabha Election 2019: મોદી VS રાહુલના વાયદાઓ

મોદી VS રાહુલના વાયદાઓ

મોદીએ બજેટમાં ખેડૂતો-મધ્યવર્ગને આકર્ષવાનો કર્યો પ્રયાસ

રાહુલ ગાંધીની ગરીબો માટે ન્યાય સ્કીમ

શું રાહુલ ગરીબોને 12 હજાર મહિનેનો વાયદો આપીને મારશે બાજી?

12 હજારથી ઓછી આવકવાળા લોકોને 72 હજાર રૂપિયા વાર્ષિક અપાશે

મોદી સરકારની ખેડૂત સન્માન નિધિ યોજના

મોદી સરકારની જાહેરાત 5 એકર જમીનવાળા ખેડૂતોને 6 હજાર રૂ.વાર્ષિક મળશે

ચૂંટણી નજીક આવતા જ નેતાઓના વાયદાઓના વેપાર પણ ચાલુ થઈ જાય છે…. જાત જાતના અનેક વાયદાઓ જનતાને કરવામાં આવે છે..જેમા કેટલા વાયદાઓ પુરા કરવામાં આવ્યા..એનો પુરે પુરો હિસાબ કોઈ નેતા પાસે હોતા નથી..ભાજપ  દ્વારા પણ 2014ની ચૂંટણીમાં જનતાના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાના વાયદા કરવામાં આવ્યા હતા…હવે ભાજપ સરકારને 5 વર્ષ થઈ ગયા, શુ આવ્યુ તેનુ પરિણામથી બધા લોકો માહિતગાર છે..આપને જણાવી દઈએ કે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના 15 લાખ રૂપિયા આપવાના આ વાયદાને જુમલો  ગણાવ્યો હતો.

હવે ફરી પક્ષ વિપક્ષ તરફથી આવુ જ લોભામણા જુમલાઓ શરૂ થઈ ગયુ છે.. .એક બાજુ ભાજપ સરકાર તરફથી ફરી એક વાયદા કરવામાં આવ્યુ છે, મોદી સરકારે અંતરિમ બજેટમાં જાહેરાત કરી હતી કે 5 એકર જમીનવાળા ખેડૂતોને 6 હજાર રૂપિયા વાર્ષિક મદદ મળશે. અને બીજી બાજુ  કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ એવો જ વાયદા કર્યા છે..જે સાંભળતા જ ભાજપના 15 લાખ આપવાના વાયદા યાદ આવી જાય છે..અને એવુ લાગે છે કે ફરી થી કોઈ પાર્ટી  જનતા સાથે ખુબજ મોટા મજાક કરી રહી .કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ન્યાય સ્કીમ લાવ્યા છે. આ સ્કીમ દ્વારા દરેક ગરીબ નાગરીકને વર્ષના 72 હજાર રૂપિયા આપવામાં આવશે. ગરીબી દુર કરવાના આ ઉપાય કેટલો સરળ અને સફળ બનશે એ કહેવુ મુશ્કેલ છે. કેમ કે એક તરફ કોંગ્રેસ બેરોજગારીની વાતો કરે છે. બીજી તરફ આવી રીતે જનતામાં 12000 રૂપિયા આપવાની વાત કરી રહી છે. એ કેટલુ યોગ્ય છે અને આ જુમલા સાચા સાબિત થશે કે નહી  એ પણ કહેવુ મુશ્કેલ છે….કોંગ્રેસની આ સ્કીમથી એવુ લાગી રહ્યુ છે જેમ કે ભારતમાં રોજગારી નહી બલ્કે શ્રમ વિનાના પૈસા ની જરૂર છે. જો જનતાને ધર બેઠા મહિનાના 12000 રૂપિયા મળવા લાગે તો દેશમાં 12000 રૂપિયા પગારની નોકરી કોણ કરશે ?  અને જનતાને મફતમાં આપવા માટે આટલા રૂપિયા કોંગ્રેસ ક્યાં થી લાવશે એ પણ એક સવાલ છે. કોંગ્રેસના આ નવા ન્યાન સ્કીમ થી દેશનો અર્થતંત્રને કેવી અસર થશે એ સમય જ બતાવશે, પરંતુ કોંગ્રેસને પોતાની ન્યાય સ્કીમ દ્વારા જનતાને  ભેટમાં અથવા એમ કહીએ કે શ્રમવિનાના મહિનાના 12000 રૂપિયા આપવાની જગ્યાએ, રોજગારીની તકો ઉભી કરવાની જરૂર છે. ન કે જનતાને ભેટમાં ધરે બેઠા રૂપિયા આપવાની. તો આવો જાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય સ્ક્રિમ પાછળનું શું ગણિત હોઈ શકે છે.

રાહુલની ન્યાય સ્કીમ

ન્યાય સ્કીમ યોજનાનો હેતુ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો

ગરીબ પરિવારની માસિક આવક રૂ. 12,000 સુધી કરી શકાશે

પ્રતિ ગરીબ પરિવારને 72 હજાર રૂપિયા વાર્ષિક

25 કરોડ ગરીબોને મળશે ફાયદો

દેશના 20%  ગરીબ પરિવારોને તેનો લાભ મળશે

માસિક આવક રૂ. 12,000 કરતા ઓછી હશે તે લોકોને જ લાભ મળશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  લઘુતમ આવક ગેરંટીને પોતાના ચૂંટણી વાયદા અંગે વિસ્તારથી જણાવ્યું છે. રાહુલનો દાવો છે કે પ્રતિ વ્યક્તિ 12 હજાર રૂપિયા મહિના અને પ્રતિ ગરીબ પરિવારને 72 હજાર રૂપિયા વાર્ષિક દેવાથી 25 કરોડ ગરીબોને ફાયદો મળશે. માનવામાં આવે છે કે રાહુલનો આ ચૂંટણી દાવ મોદી સરકારની ખેડૂત સન્માન નિધિ યોજનાનો જવાબ છે. સન્માન નિધિ યોજના અંતર્ગત 6 હજાર રૂપિયાની વાર્ષિક મદદથી 12 કરોડ ખેડૂતોને સાધવાનો પ્રયાસ કરાયો છે…

રાહુલે કહ્યું કે અમે 12 હજાર રૂપિયા મહિનાની ન્યૂનતમ આવક સુનિશ્ચિત કરીશું. જેનાથી 25 કરોડ પરિવારને ફાયદો મળશે. રાહુલનો દાવો છે કે દેશના 20% સૌથી ગરીબ પરિવારોને તેનો લાભ મળશે. વર્ષે 72 હજાર રૂપિયા તેમના ખાતામાં ટ્રાંસફર થશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે ન્યાય સ્કીમ યોજનાનો હેતુ લોકોને ગરીબી રેખાથી  બહાર લાવવાનો છે. આ યોજના અંર્તગત દરેક ગરીબ પરિવારની માસિક આવક રૂ. 12,000 સુધી કરી શકાશે. ઉદાહરણ તરીકે તમારી આવક માસિક રૂ. 7000 હશે તો કોંગ્રેસ સરકાર તરફથી તમને રૂ. 5000 આપવામાં આવશે. અને જો તમારી આવક માસિક રૂ. 2,000 હશે તો કોંગ્રેસ સરકાર તમને રૂ. 10,000 આપીને દેશના દરેક પરિવારને રૂ. 12,000ની ન્યૂનતમ આવકની શ્રેણીમાં લાવવામાં આવશે.

આ યોજના પ્રમાણે જો તમારી આવક માસિક ઓછામાં ઓછી રૂ. 12,000 હશે તો તમને આ સ્કીમનો લાભ નહીં મળે. નોંધનીય છે કે, આ યોજના અંર્તગત રકમ સીધી તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થશે. આ યોજના વિશે બેન્કને પણ દરેક ઓનલાઈન માહિતી આપવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો જેની માસિક આવક રૂ. 12,000 કરતા ઓછી હશે તે લોકોને જ આ યોજનાનો લાભ મળશે. જો કોંગ્રેસની સરકાર બનશે અને આ યોજના અમલમાં આવશે તો તેના પર વર્ષે 3.60 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. જે 2019-20ના  બજેટના ખર્ચનો 13% ભાગ હશે. આ રકમ મોદી સરકાર દ્વારા કલ્યાણ યોજનાઓ પર વર્ષે ખર્ચ કરવામાં આવતા 3.27 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ હશે. આ જીડીપીનો 2% ભાગ હશે.

મોદી સરકારની ખેડૂત સન્માન નિધિ યોજના

 5 એકર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા

2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જશે

12 કરોડ ખેડૂતોને મળશે ફાયદો

આ યોજના પર 75 હજાર કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ થશે.

હવે આપને મોદી સરકારની ખેડુત સન્માન નિધિ યોજના વિશે જણાવીશુ જેમાં મોદી સરકારે 5 એકર સુધીની ખેતી યોગ્ય જમીનવાળા ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત ઇન્ટરિમ બજેટમાં કરવામાં આવી હતી. સરકારનો દાવો છે કે 12 કરોડ ખેડૂતોને તેનો ફાયદો મળશે. આ રકમ 2-2 હજારના ત્રણ હપ્તામાં ખેડૂતોના ખાતામાં જશે. પહેલો હપ્તો ફેબ્રુઆરીમાં જાહેર થયો હતો.  પિયૂષ ગોયલે ઇન્ટરિમ બજેટમાં કહ્યું હતું કે આ યોજના પર 75 હજાર કરોડ રૂપિયા વાર્ષિક ખર્ચ થશે.

વિશ્વમાં લઘુતમ આવક ગેરંટી જેવી યોજનાઓ કેટલી સફળ રહી તે વિશે જણાવીએ તો .ફિનલેન્ડમાં  ત્યાંની સરકાર દ્વારા લોકોના ખાતામાં પૈસા ટ્રાંસફર કરવાની યોજના જાન્યુઆરી 2017માં શરૂ થઈ, પરંતુ ડિસેમ્બરમાં રોકવામાં આવી. 2000 બેરોજગારને દર મહિને 560 યુરોની રકમ ટ્રાંસફર કરાઈ હતી. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં પાયલટ પ્રોજેક્ટ ગત વર્ષે શરૂ થયો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો. જે અંતર્ગત 4000 લોકોને દર મહિને 150 કેનેડિયન ડોલર આપવામાં આવ્યા હતા. બીજી બાજુ કેન્યામાં  120 ગામોમાં આવોજ પ્રોજેક્ટ ચાલ્યો હતો. પ્રતિ વ્યક્તિ 23 ડોલર પ્રતિ મહિને આપવામાં આવ્યા.તેમજ અમેરિકાના  અલાસ્કામાં 1980થી પરમેનેન્ટ ડિવિડન્ડ યોજના ચાલી રહી છે. જે અંતર્ગત દરેક વયસ્કને લગભગ 2000 ડોલર વર્ષે આપવામાં આવે છે. સ્વિટ્ઝરલેન્ડમાં 2016માં અહીં એવી યોજના બની હતી, પરંતુ વોટર્સે તેને ફગાવી દીધી..આવા ધનવાન દેશઓમાં પણ આવી સ્કીમો આવી અને થોડાક સમયમાં જતી રહી છે….

હવે ભારત સરકાર આવી રીતે મફતના રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પણ આ રૂપિયા ક્યાં સુધી મળશે. એ કોઈને ખ્યાલ નથી. કેમ કે મોદી સરકારના 15 લાખ રૂપિયા આપવાના વાયદાથી જનતા જાણીતી છે. આટલુ જ નહી જે વાયદાઓ સરકારે પહેલા કર્યા છે. તેનો કોઈ સારા રિજલ્ટ જોવા મળતો નથી. તો આ જુમલા પર લોકો ફરી થી વિશ્વાસ કરશે એ કહેવુ મુશ્કેલ છે. મોદી સરકાર અને રાહુલ ગાંધીની આ લુભામણી સ્કીમો પર જનતા કેટલી ફિદા થાય  છે. એ તો લોકસભા ચૂંટણી નું પરિણામ જ બતાવશે.