Not Set/ ચૂંટણી પંચે રેલ્વે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયથી માંગ્યો જવાબ, ટિકિટ પર છપાઈ હતી પીએમ મોદીની તસ્વીર

રેલ્વે અને એર ઇન્ડિયાની ટિકિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરોને ચૂંટણી પંચે પણ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. કમિશન દ્વારા રેલ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પત્ર લખીને જવાબ માંગ્યો છે. કમિશનને પૂછ્યું છે કે આદર્શ આચાર સંહિતા લાગુ પડ્યા પછી પણ રેલ્વે ટિકિટથી વડાપ્રધાનની તસ્વીરો શા માટે હટાવામાં આવી નથી અને ફોટો લગાવેલ […]

Top Stories India
maoo ચૂંટણી પંચે રેલ્વે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયથી માંગ્યો જવાબ, ટિકિટ પર છપાઈ હતી પીએમ મોદીની તસ્વીર

રેલ્વે અને એર ઇન્ડિયાની ટિકિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસ્વીરોને ચૂંટણી પંચે પણ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. કમિશન દ્વારા રેલ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પત્ર લખીને જવાબ માંગ્યો છે. કમિશનને પૂછ્યું છે કે આદર્શ આચાર સંહિતા લાગુ પડ્યા પછી પણ રેલ્વે ટિકિટથી વડાપ્રધાનની તસ્વીરો શા માટે હટાવામાં આવી નથી અને ફોટો લગાવેલ હવાઇ મુસાફરી પાસ શા માટે જારી કરવામાં આવ્યું! ચૂંટણી પંચે મંત્રાલયોને ત્રણ દિવસ અંદર જવાબ આપવાનું કહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની તસ્વીરો સાથે બોર્ડિંગ પાસ જારી કરવા માટે એર ઇન્ડિયાની ટીકા થઈ રહી છે. થોડા દિવસ પહેલા રેલ ટિકીટો પર પ્રધાનમંત્રીના ફોટોને લઈને હોબાળો થયો હતો. એરલાઇને કહ્યું કે તસ્વીર વાળા બોર્ડિંગ પાસ જો આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા તો તેને પરત લેવામાં આવશે આ પાસ ત્રીજા પક્ષની જાહેરાત તરીકે રજૂ કરાયા છે.

એર ઇન્ડિયાએ પરત મંગાવ્યા હતા પાસ….

એર ઇન્ડિયાના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું કે એવું લાગે છે કે આ બોર્ડિંગપાસ એ જ છે જે જાન્યુઆરીમાં થયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલન દરમિયાન છાપવામાં આવ્યા હતા અને ફોટા ‘તૃતીય પક્ષ’ ની જાહેરાતોનો ભાગ છે. તેમણે કહ્યું કે તેને એર ઇન્ડિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે જણાવ્યું હતું કે અમે તપાસી રહ્યા છીએ કે તૃતીય પક્ષની જાહેરાત આદર્શ આચાર સંહિતાના કાર્યક્ષેત્રમાં આવે છે કે કેમ. જો તેઓ આવે, તો તેઓને હટાવામાં આવશે. આ બોર્ડિંગ પાસ ફક્ત ગુજરાત માટે નહીં પરંતુ સમગ્ર ભારત માટે છે. જેમ જેમ કેસ વધ્યો તેમ, એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ આ જાહેરાતો સાથે બોર્ડિંગ પાસ પરત મંગાવ્યા છે.

રેલ્વે એ પણ જરી હતી સ્પષ્ટા

 અગાઉ 20 માર્ચે રેલ્વેએ વડાપ્રધાનની તસ્વીરો વાળી ટિકિટો પાછી ખેંચી લીધી હતી. તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને તેમની ફરિયાદ કરી હતી. રેલ્વેએ એમ પણ કહ્યું હતું કે આ તૃતીય પક્ષની જાહેરાતો છે અને એક વર્ષ અગાઉ છપાયેલ ટિકિટોના પૈકેટથી બચેલી છે.