Not Set/ રાજકીય પક્ષોમાં ભંગાણનો વધુ એક રાઉન્ડ

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તો ગમે ત્યારે આવશે પણ ત્યાંનું રાજકારણ અત્યારથી ગરમાઈ રહ્યું છે. બીજી બાજું બિહારમાં તો હમણાં જ ચૂંટણી યોજાઈ છે તેમ છતાં ૬ સાંસદો ધરાવતા પક્ષનું વિભાજન થયું છે.

India Trending
amit chavda 5 રાજકીય પક્ષોમાં ભંગાણનો વધુ એક રાઉન્ડ

બિહારમાં લોકજનશક્તિ પાર્ટીનું વિભાજન અને ઉત્તરપ્રદેશમાં બરોબર ચૂંટણી ટાણે જ બસપામાં ગાબડું પડવાની પ્રક્રિયાનો પ્રારંભ

માયાવતી સામે પડકારૂપ સ્થિતિ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

દેશના રાજકારણના મોરચે ૧૧ થી ૧૫મી સુધીમાં બે સાવ નાના કહી શકાય છતાં જે તે રાજ્યોમાં મહત્ત્વ ધરાવતા બે બનાવો બન્યા. પ્રથમ બનાવ બિહાર અને તેની સાથે દેશને સ્પર્શતો હતો. તો બીજાે બનાવ દેશના સૌથી મોટા રાજ્ય યુપીને સ્પર્શે તેવો હતો. જાે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત પણ આમા આવી જાય છે. જેના કારણે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષો બરાબર દોડતા થઈ ગયા છે. મૂળ બિહારના છતાં રાષ્ટ્રીય રાજકારણમાં અસર કરનારા બનાવને એટલા માટે યાદ કરવો પડે છે કે ૧૯૭૭ની ચૂંટણીમાં જેમના નામે સૌથી વધુ મત જીતવાનો વિક્રમ હતો તે બિહારના દલિત નેતા અને લોકજન શક્તિ પાર્ટીના સ્થાપક અને મોદી સરકારમાં મહત્ત્વનું ખાતું ધરાવનાર અને ભૂતકાળમાં દેવગૌડા સરકારમાં પણ કામ કરી ચૂકેલા રામવિલાસ પાસવાનના પક્ષ લોકજનશક્તિ પાર્ટીના વિભાજનની છે. બિહારમાં ૨૦૨૦ની ચૂંટી પહેલા રામવિલાસ પાસવાને ચિરવિદાય લીધી ત્યારબાદ લોજપા સંસદીય પક્ષના નેતા અને પક્ષના રાજકીય પ્રમુખ તેના પુત્ર ચિરાગ પાસવાન હતાં. તેમણે બિહાર વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.થી અલગ લડ્યા. પણ ભાજપના ઉમેદવારો સામે પોતાના ઉમેદવાર ન મૂક્યા પરંતુ જનતાદળ (યુ) સામે તેમના કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા. જાે કે આમાના કોઈ જીત્યા નહી તે અલગ વાત છે. પણ નીતિશ કુમારની બેઠકો ઘટાડવાનો ગૃહમંત્રી અમીત શાહનો વ્યૂહ હતો તે તો સફળ થયો જ. ચિરાગ પાસવાન તે વખતે પોતાની જાતને નરેન્દ્ર મોદીના હનુમાન કહેતા હતા.

himmat thhakar રાજકીય પક્ષોમાં ભંગાણનો વધુ એક રાઉન્ડ

ચિરાગ પાસવાનની ભક્તિ થોડો સમય તો ચાલી પરંતુ ત્યારબાદ તેમાં ઓટ આવી ગઈ અને લોજપાના ચિરાગ સિવાયના પાંચ સાંસદો અલગ પડ્યા. પાસવાનના નાના ભાઈ પશુપતિનાથ પારસની આગેવાની હેઠળ લોકસભાના સ્પીકરને મળ્યા અને હવે સંસદીય દળના નેતા તરીકે ચીરાગ પાસવાનને હટાવ્યા હોવાની વાત કરીને નવો ખેલ પાડી દીધો. બીજા દિવસે લોજપાના પ્રમુખપદેથી પણ ચિરાગને હટાવી સુરજભાણ નામના બીજા નેતાને પ્રમુખ બનાવી દીધા. તો સામે પક્ષે ચિરાગ પાસવાને પક્ષનું સંગઠન પોતાની સાથે હોવાના દાવા સાથે પોતાની સામે બગાવત કરનારા પોતાના કાકા સહિત પાંચેય સાંસદોને પક્ષમાંથી દૂર કર્યા. ટૂંકમાં ઘણા રાજકીય નિરીક્ષકો કહે છે અને લખે છે તે પ્રમાણે કાકા-ભત્રીજાની પારિવારીક લડાઈ પાર્ટીની લડાઈ બની ગઈ. બિહારમાં પક્ષના કાર્યાલયનો કબજાે લેવા માટે બબાલ થઈ. ચિરાગના ટેકેદારોએ પટણામાં પક્ષનું કાર્યાલય તો સંભાળી જ લીધું પરંતું સાથોસાથ પાંચ બાગી સાંસદોના પોસ્ટર બનાવી તેના મોઢા પર શાહી પણ લગાવી. ટૂંકમાં પાસવાન પરિવારનો પારિવારીક ઝઘડો પહેલા પાર્ટીમાં અને ત્યારબાદ શેરીમાં પણ આવી ગયો.

चाचा या भतीजे, किसके हाथ में LJP की कमान? जानिए क्या कहते हैं संविधान  एक्सपर्ट - LOK JANSHAKTI PARTY TUSSEL CHIRAG PASWAN PASUPATI PARAS  CONSTITUTION EXPERT SUBHAS KASHYAP - AajTak

૧૯૬૯માં કોંગ્રેસનું વિભાજન થયું તે વખતે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ પક્ષના તત્કાલીન પ્રમુખ નીજ લીંગપ્પા, મોરારજીભાઈ દેસાઈ, એસ.કે.પાટીલ, અતુલ્ય ઘોષ, સંજીવ રેડ્ડી સહિતના ઘણા નેતાઓને પક્ષમાંથી હટાવી દીધા હતા અને નીજ લીંગપ્પાએ પણ વળતા પ્રહાર તરીકે ઈંદિરા ગાંધીને પક્ષમાંથી દૂર કર્યા હતા. જાે કે કોઈપણ રાજકીય પક્ષનું વિભાજન થાય ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તેમાં કશું નવું નથી. બસ એકના એક ઈતિહાસનું બીજીવાર પુનરાવર્તન થતું હોય છે. આમાં પણ આજ વાત બની છે. આજ ઈતિહાસનું પુનરાવર્તન થયું છે. ટૂંકમાં હવે લોજપા નામની પાર્ટી કે જે ભૂતકાળમાં અનેક ગઠબંધનના ભાગીદાર રહી ચૂકી છે તે હવે બે અલગ નામે ઓળખાશે તેવું ‘ચાચા-ભતીજા’ના આક્રમક વલણના કારણે નક્કી થઈ ચૂક્યું છે. પાસવાનના સ્થાને કેન્દ્રીય પ્રધાન ચિરાગને બનાવવો કે પશુપતીનાથ પારસને બનાવવા તે પ્રશ્ન વડાપ્રધાન મોદી માટે પેચીદો તો બની જ જવાનો છે તે નિશ્ચિત છે.

chirag paswan lifestyle narendra modi praised chirag paswan and LJP leaders  and suggested BJP leaders to take lesson from them - सीखना है तो चिराग से  सीखिये- जब प्रधानमंत्री मोदी ने BJP
આ સંજાેગો વચ્ચે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે નીતિશકુમારના પક્ષ જેડીયુએ પણ કેન્દ્રમાં સત્તાની ભાગીદારી માગી છે ત્યારે કદાચ લોજપાના કોઈને આ સ્થાન ન પણ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. ટૂંકમાં અત્યારે તો લોજપા ઈતિહાસ તો નહિ બની જાય ને ? તેવો ભય પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

જ્યારે ઉત્તરપ્રદેશમાં જેમણે ત્રણથી વધુ વખત જેઓ મુખ્યમંત્રી બની ચૂક્યા છે તેવા માયાવતીના પક્ષ બહુજન સમાજ પાર્ટીમાં પણ બગાવત જેવી હાલત છે. ત્યાંના ૧૧ ધારાસભ્યો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે બેઠક કરી ચૂક્યા છે. તેઓ યુપીની ચૂંટણી પહેલા કદાચ સપામાં ભળી જાય તો કોઈને આશ્ચર્ય નહીં થાય. સપા બસપા એક જમાનામાં બન્ને સાથે હતા. એક ચૂંટણી તો ફોઈ-ભત્રીજા એટલે કે માયાવતી અને અખિલેશ યાદવ સાથે મળીને પણ લડ્યા હતા. જાેકે અત્યારે બન્ને વચ્ચેના સંબંધો જરાય સારા નથી. બસપાએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડીને ૧૧ બેઠકો મેળવી છે. તો યુપી વિધાનસભામાં સપાના ૨૨ ધારાસભ્યો ચૂંટાયા હતા તેમાં પણ સંખ્યા હવે ઘટતી જ જાય છે. આ પણ એક વાસ્તવિકતા છે. બસપાના ધારાસભ્યો અન્ય રાજ્યોમાં જીતે છે પણ ટકતા નથી. રાજસ્થાનમાં ચૂંટાયેલા બસપાના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળી ચૂક્યા છે. જાે કે જામનગર મહાનગરપાલિકામાં ત્રણ કોર્પોરેટરો સાથે બસપાએ ગુજરાતમાં પોતાની હાજરી તો વધુ એકવાર પૂરાવી જ છે તે પણ હકિકત છે. આવતા દિવસોમાં પણ લગભગ આજ પ્રકારની સ્થિતિ રહેવાની છે.

What's behind Mayawati's spring cleaning of the BSP - India Today Insight  News

ઉત્તરપ્રદેશની ચૂંટણી હવે બહુ દૂર નથી. ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમ પણ જાહેર થઈ શકે છે તેવે સમયે બસપા અત્યારે તો ‘એકલો જાને રે’ના મૂડમાં છે. સપા સાથે જાેડાણનો સવાલ નથી તો રાજસ્થાનમાં બસપાના ધારાસભ્યો કોંગ્રેસમાં ભળ્યા બાદ માયાવતી કોંગ્રેસથી પણ દૂર ભાગે છે. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં જે મત મેળવ્યા અને જે વિસ્તારો મજબૂત બન્યા તેના આધારે પોતાનું ગણિત ગણે છે. જાે કે કોરોનાના કહેર વચ્ચે યોજાયેલી ઉત્તરપ્રદેશની સ્થાનિક ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીએ જે જીત મેળવી અને ભાજપને ચિંતામાં મૂકી દીધો છે તે વી જ રીતે બસપાને પણ આ સ્થાનિક ચૂંટણીમાં ધારણા મુજબની બેઠકો મળી નથી. તેથી માયાવતી પણ ચિંતામાં તો છે જ. એકલા હાથે લડવું કદાચ હવે વધુ અઘરૂં પડે તમ છે. તેવે સમયે તેમના પક્ષમાં થયેલી બગાવત હાલના સંજાેગોમાં તેને ભારે પડી જાય તેવી હાલત છે. તે તો કહેવું જ પડશે.

ટૂંકમાં ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી તો ગમે ત્યારે આવશે પણ ત્યાંનું રાજકારણ અત્યારથી ગરમાઈ રહ્યું છે. બીજી બાજું બિહારમાં તો હમણાં જ ચૂંટણી યોજાઈ છે તેમ છતાં ૬ સાંસદો ધરાવતા પક્ષનું વિભાજન થયું છે. ચાચા-ભતીજા વચ્ચેનો અણબનાવ પક્ષને ઈતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યો છે. આ પણ એક હકિકત છે.