Not Set/ હૈદરાબાદ ગેંગરેપ/ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર પર ગેંગરેપ બાદ હત્યાની ઘટનાએ દેશની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનાની ભયાનક બર્બરતા જોઇને લોકો સતત પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન પોલીસ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સાયબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આ કેસમાં 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જણાવી દઇએ કે, મૃતક ડૉક્ટરનાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે […]

Top Stories India
images 35 હૈદરાબાદ ગેંગરેપ/ આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડી, 3 પોલીસકર્મી સસ્પેન્ડ

હૈદરાબાદમાં વેટરનરી ડૉક્ટર પર ગેંગરેપ બાદ હત્યાની ઘટનાએ દેશની જનતાને હચમચાવી દીધી હતી. આ ઘટનાની ભયાનક બર્બરતા જોઇને લોકો સતત પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન પોલીસ વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સાયબરાબાદ પોલીસ કમિશનર વીસી સજ્જનારે આ કેસમાં 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. જણાવી દઇએ કે, મૃતક ડૉક્ટરનાં પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેમણે યોગ્ય સમયે કાર્યવાહી કરી નહી, જેના કારણે તેમની પુત્રીનો જીવ ગયો.

Image result for Hyderabad gangrape"

સાયબરાબાદ પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું હતું કે, “એફઆઇઆર નોંધવામાં ફરજ વિલંબ કરવા બદલ શમશાબાદ પોલીસ સ્ટેશનમાં 27 મીથી 28 નવેમ્બર દરમિયાનમાં મહિલાને ગુમ કરવાના કેસમાં આજે વિગતવાર તપાસ કરવામાં આવી હતી.” પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે તપાસના પરિણામોના આધારે સબ ઇન્સપેક્ટર એમ. રવિ કુમાર, હેડ કોન્સ્ટેબલ પી. વેણુગોપાલ રેડ્ડી અને હેડ કોન્સ્ટેબલ એ.કે. સત્યનારાયણ ગૌરને આગામી આદેશો સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, શનિવારે મૃતક ડૉક્ટરનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, ફરિયાદ હોવા છતાં સાયબરાબાદ પોલીસ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતી રહી. જો તેમણે તુરંત જ કાર્યવાહી કરી હોત, તો મારી પુત્રીનું જીવન બચાવી શકાયું હોત. મૃતકની માતાએ જણાવ્યું હતું કે આ ઘટના બાદ મારી નાની પુત્રી ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન આવી હતી, પરંતુ તેણીને શમશાબાદનાં બીજા પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરવાને બદલે કહ્યું કે આ મામલો તેમના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

હૈદરાબાદમાં મહિલા વેટરનરી ડૉક્ટર સાથે ગેંગરેપ અને મર્ડર થયા બાદ તેના શવને બાળી નાખવાના કેસમાં આરોપીની ધરપકડ થયા બાદ આ ઘટનામાં ઘણા મોટા ખુલાસાઓ થયા છે. તેલંગણા પોલીસે આ કેસમાં હજી સુધી 4 આરોપી યુવાનોની ધરપકડ કરી છે. આ યુવકોની ઓળખ મોહમ્મદ આરીફ, ચિંતાકુન્તા, શિવ અને કેશાવુલુ તરીકે થઈ છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે જ્યારે ઝડપી તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ મહિલા ડૉક્ટરની સ્કૂટી પંચર કરી હતી, જેથી તે મહિલા ડૉક્ટર સાથે હેવાનિયતની રમત રમી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.