@અમિત રૂપાપરા
Surat News: વર્તમાન સમયમાં મોટા ડીજે કે, ઓરકેસ્ટ્રાના તાલે ગરબાના આયોજનો થાય છે. ત્યારે પારંપરિક ગરબાઓની પરંપરા જાળવવા માટે આજે પણ સુરતના કોસાડ ગામમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં પૌરાણિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નાના એવા સ્પીકર પર ત્રણથી ચાર લોકો ઢોલના તાલે ગરબા ગાઇ છે અને નવે નવ દિવસ માતાજીની આરાધના કરે છે. યુવા પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે તેવા હેતુથી વર્ષોથી આશાપુરા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા આવી જ રીતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે.
વર્તમાન સમયમાં નવરાત્રિનો અર્થ જ બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. નવરાત્રિના નવ દિવસમાં જગદંબાની ઉપાસના કરવાના દિવસો છે. દરેક દિવસે માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે પરંતુ હાલના યુવાનો નવરાત્રીને મોજ શોખના પર્વ તરીકે ઉજવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે નવરાત્રિના મોટા મોટા આયોજનોમાં સાંસ્કૃતિક ગરબા નહીં પરંતુ નવી પેઢીના નવા ગરબાઓ જોવા મળે છે. ત્યારે સુરતના કોસાડ ગામમાં આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં વર્ષોથી પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવે છે.
આશાપુરા માતાજીના મંદિરમાં મોટા લાઉડ સ્પીકરો પર નહીં પરંતુ નાના એવા સ્પીકર પર લોકો વર્ષો જૂની પરંપરા અનુસાર ઢોલના તાલે ગરબા ગાય છે. અગાઉ આ જ પ્રકારે શેરી મહોલ્લામાં કે મંદિરોમાં ગરબાના આયોજનો થતા હતા. ધૂન મંડળી કે પછી યુવક મંડળો દ્વારા ગરબા ગાઇને જ નવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હતી. હાલ સમય જતા આ પારંપરિક ગરબા લોકો ભૂલી ગયા અને હાલ મોટી રમઝટમાં ડીજે અને ઓરકેસ્ટ્રાના તાલે યુવાનો ગરબે ઝુમવાનું વધારે પસંદ કરે છે.
ત્યારે વર્ષોથી સુરતના આ મંદિરમાં પૌરાણિક ગરબાની પરંપરા જળવાઈ રહી છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા પણ દર વર્ષે કોઈપણ પ્રકારના મોટા ડીજે કે લાઉડ સ્પીકરો વગેરે છે પારંપરિક ગરબાનું આયોજન થાય અને નવી પેઢી પણ આ પૌરાણિક ગરબામાં ઉત્સાહભેર ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવે છે.
આ પણ વાંચો:લો બોલો! લોહીના સંબંધો લજવાણા, મોટા ભાઈ-બહેને નાની બહેનની ચડાવી બલી
આ પણ વાંચો:ભારતમાં પહેલીવાર જન્મના માત્ર ચાર દિવસમાં બાળકનું કરાયું અંગદાન
આ પણ વાંચો:દાહોદમાંથી છોકરી વેચવાનું નેટવર્ક ઝડપાયું, ત્રણ આરોપીની ધરપકડ
આ પણ વાંચો:રોજગારી માંગતા સરપંચ પતિએ માર માર્યો