રાજકોટ,
રાજકોના ધોરાજીના ભૂખી નજીક આવેલ ભાદર-2 ડેમમાંથી આજે રાત્રે 9 વાગ્યે પિયત માટે પાણી છોડવામાં આવશે. ખેડૂતોની માંગને લઈને પિયત માટે પાણી છોડાશે.
ધારાસભ્ય કાંધલ જાડેજાએ ઘેડ પાણી સમિતિ મારફત પોતાના પંથકના ખેડૂતોને પાણી આપવાની માંગ કરી હતી. આ માંગને લઈને ડેમના દરવાજા ખોલીને 300 એમસીએફટી છોડવામાં પાણી છોડવામાં આવશે.
ડેમમાંથી પાણી છોડવાને લઈને ડેમના નીચાણવાળા વિસ્તારોના ગામડાઓના લોકોને કરવામાં આવ્યાં એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ સત્તાવાળાઓએ તકેદારી રૂપે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવાની જાણ કરી હતી. ધોરાજી ખેડૂતોએ પિયત માટે રૂપિયા ભરવાની તજવીજ હાથ ધરી છે.
