Surat News : સુરત શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૈલાશનગર BRTS બસ સ્ટોપની સામેથી 4 મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું છે. જાહેર રોડ પરથી ભ્રુણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સુરતમાં 4 મહિનાના બાળકનું ભ્રુણ મળી આવવાનો મામલો, સુરતના કૈલાશનગર BRTS બસ સ્ટોપની સામેથી ભ્રુણ મળ્યું હતું. જાહેર રોડ પરથી 4 મહિનાના બાળકનું ભ્રુણ મળ્યું હતું. મહિલાએ ગર્ભપાત કરવામાં આવ્યું હોવાનું અનુમાન છે. નજીકમાં લાગેલા CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરી હતી. ઓપરેશન કે પીલ્સ થકી ગર્ભપાત કરાયું તે અંગે તપાસ કરાઈ છે. આવી હાલતમાં ગર્ભપાત કરવો માતા માટે પણ જોખમી, સુરતની પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત પોલીસના વિજયસિંહ ગુર્જર, (DCP) જણાવે છે કે “અમને માહિતી મળી છે કે કૈલાશનગર BRTS બસ સ્ટોપ પાસેથી 4 મહિનાના બાળકનું ભ્રુણ મળી આવ્યું છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. નજીકમાં લાગેલા CCTV ફૂટેજના આધારે તપાસ ચાલુ છે. ઓપરેશન કે પીલ્સ થકી ગર્ભપાત કરાયું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આવી હાલતમાં ગર્ભપાત કરવો માતા માટે પણ જોખમી છે. અમે આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારોને શોધી કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.” આ ઘટનાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકો આવા કૃત્યોને સખત શબ્દોમાં વખોડી રહ્યા છે અને દોષિતોને સજા આપવામાં આવશે.
@ RABIYA SALEH
આ પણ વાંચો: હિમતનગર: હાથમતી નદીમાંથી નવજાત મૃત ભ્રુણ મળ્યું
આ પણ વાંચો: શ્વાનના મોમાંથી બાળકીનું મળ્યું ભ્રુણ
