કોરોના અપડેટ/ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો, નવા 77 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે  કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે રવિવારની સરખામણીમાં આજે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે

Top Stories Gujarat Uncategorized
2 39 રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો, નવા 77 કેસ નોંધાયા, એક દર્દીનું મોત
  • રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો
  • રાજ્યમાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા
  • છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત
  • આજે કોરોનાથી 131 દર્દીઓ થયા સાજા
  • રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1171
  • સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા
  • સુરત શહેરમાં કોરોનાના 32 કેસ
  • અમદાવાદ શહેરમાં કોરોનાના 19 કેસ
  • વડોદરા શહેરમાં કોરોનાના 08 કેસ
  • રાજકોટ શહેરમાં કોરોનાનો 01 કેસ
  • ગાંધીનગર શહેરમાં કોરોનાના 03 કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે  કોરોનાના નવા 77 કેસ નોંધાયા છે. રવિવારની સરખામણીમાં આજે કોરોના કેસમાં ભારે ઘટાડો થયો છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,171 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. આજે કોરોનાથી 131 દર્દીઓ સાજા થયા છે. નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 32, અમદાવાદમાં 19, વડોદરામાં 8, ગાંધીનગરમાં 3, સુરત જિલ્લામાં 3, આણંદમાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, વલસાડમાં 2, પોરબંદરમાં 1, રાજકોટમાં 1, સાબરકાંઠામાં 1, રાજકોટ જિલ્લામાં 1 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.  ગુજરાતમાં કોરોનાને કારણે 1 દર્દીનું મોત થયુ છે.  એકટિવ કેસોમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,170 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.