T20 World Cup/ પાકિસ્તાની ટીમે મેચ બાદ નામિબિયા ડ્રેસિંગ રૂમમાં જઇને એવુ તે શું કર્યું કે Video થયો વાયરલ

મેચ બાદ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓએ એક મોટું પગલું ભર્યું અને નામિબિયાનાં ડ્રેસિંગ રૂમમાં જઈને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીની તેમની ટીમ અને તેમની ટીમનાં શાનદાર પ્રદર્શનનાં વખાણ કર્યા.

Sports
પાકિસ્તાન vs નામિબિયા

બાબર આઝમની કેપ્ટનશિપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડકપ 2021માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. મંગળવારે નામિબિયાએ પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 2 વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં નામિબિયાએ 5 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જો કે તેઓ 45 રનનાં માર્જીનથી મેચ હારી ગયા હતા, પરંતુ ટીમ તેમના મજબૂત પ્રદર્શનની છાપ છોડવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો – T20 World Cup / ઘાયલ સિંહને જેમ બેટિંગ કરતા જોવા મળ્યા કોહલી-રોહિત, BCCI એ પ્રેક્ટિસ સેશનનો વીડિયો કર્યો શેર

પાકિસ્તાને વર્લ્ડકપમાં સતત ચોથી જીત નોંધાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યું છે. આ પછી તેમણે પોતાના વર્તનથી ક્રિકેટ પ્રેમીઓનું દિલ પણ જીતવાની તક ગુમાવી નથી. મેચ બાદ વિકેટકીપર રિઝવાન નામિબિયાનાં બેટ્સમેન ડેવિડ વિઝા સાથે હસતો અને તેને ગળે લગાવતો જોવા મળ્યો હતો. મેચ બાદ પાકિસ્તાની ક્રિકેટ ખેલાડીઓએ એક મોટું પગલું ભર્યું અને નામિબિયાનાં ડ્રેસિંગ રૂમમાં જઈને T20 વર્લ્ડકપમાં અત્યાર સુધીની તેમની ટીમ અને તેમની ટીમનાં શાનદાર પ્રદર્શનનાં વખાણ કર્યા. PCB એ નામિબિયાનાં ડ્રેસિંગ રૂમમાં પહોંચતા પાકિસ્તાની ખેલાડીઓનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પાકિસ્તાની ખેલાડીઓ નામિબિયાનાં ખેલાડીઓનાં વખાણ કરતા જોવા મળે છે. પાકિસ્તાની ખેલાડી શાહીન શાહ આફ્રિદી, મોહમ્મદ હાફીઝ, હસન અલી, ફખર જમાન અને શાદાબ ખાન ટીમનાં અધિકારી સાથે વીડિયોમાં નામિબિયાનાં ખેલાડીઓ સાથે ચર્ચા કરતા અને હસતા જોવા મળે છે.

આ પણ વાંચો – T20 World Cup / ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ

શાહીન શાહ આફ્રિદી અને નામિબિયાનાં ઓલરાઉન્ડર ડેવિડ વિઝા ખૂબ જ ગરમ જોશ સાથે એકબીજાની સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. બન્નેએ એકબીજાને ગળે લગાવ્યા, જોક્સ સંભળાવ્યા અને એકબીજાને શુભેચ્છા પાઠવી. બન્ને ખેલાડીઓ પાકિસ્તાન સુપર લીગમાં લાહોર કલંદર માટે એકસાથે રમી ચૂક્યા છે.પાકિસ્તાની ખેલાડીઓ સાથેની ઓળખાણને કારણે બન્ને ટીમનાં ખેલાડીઓ મેચ બાદ મેદાનમાં એકબીજાને મળતા હતા. હારીસ રૌફ લાહોર કલંદર માટે પણ રમી ચૂક્યો છે.