Not Set/ VIDEO : ત્રીજી ટી-૨૦માં પંતે એક હાથે ફટકારેલી સિક્સર જોઈ બોલર પણ થઇ ગયા હેરાન

ચેન્નઈ, ચેન્નઈ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે. ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન (૯૨) અને […]

Trending Sports Videos
bb565ccd242d49019e4ccb84ab2eba99 VIDEO : ત્રીજી ટી-૨૦માં પંતે એક હાથે ફટકારેલી સિક્સર જોઈ બોલર પણ થઇ ગયા હેરાન

ચેન્નઈ,

ચેન્નઈ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે.

ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન (૯૨) અને વૃષભ પંત (૫૮) રનની ઇનિંગ્સના સહારે છેલ્લા બોલ પર ટાર્ગેટને વટાવી સિરીઝ પર કબ્જો કર્યો હતો

જો કે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે પોતાની ૫૮ રનની તૂફાની ઇનિંગ્સ દરમિયાન એક એવી સિક્સર ફટકારી હતી, તેને જોઈ મેદાનમાં ઉપસ્થિત દર્શકો તેમજ ખેલાડીઓ પણ હેરાન થઇ ગયા હતા.

હકીકતમાં, કેરેબિયન ઓલરાઉન્ડર કાયરોન પોલાર્ડ દ્વારા કરવામાં આવેલી ભારતની ઇનિંગ્સની ૧૩મી ઓવરના છેલ્લા બોલ પર પંતે લોંગ ઓનની દિશામાં પોતાના એક જ હાથથી સિક્સર ફટકારી હતી.

વૃષભ પંત દ્વારા ફટકારવામાં આવેલી આ સિક્સર જોઈ કાયરોન પોલાર્ડ પણ હેરાન થઇ ગયો હતો.

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના ટી-૨૦ કેરિયરની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. પંતે માત્ર ૩૮ બોલમાં ૫ ફોર અને ત્રણ સિક્સરની મદદથી ૫૮ રનની તૂફાની ઇનિંગ્સ રમી હતી.