સુરત/ પીડિતોની પીડાની ન કરી પરવાહ! પોલીસે ઠગ ટોળકીને ઝડપી ભણાવ્યો પાઠ

સુરતમાં સતત છેતરપીંડીની ઘટના બની રહી છે.તેવામા કર્ણાટક ની કડુચી ગેંગ દ્વારા લોકો ને આયુર્વેદિક દવાના નામે છેતરી રૂપિયા પડવતી એક ઘટના કતારગામ વિસ્તારમાં સામે આવી હતી.

Gujarat Surat
Untitled 120 7 પીડિતોની પીડાની ન કરી પરવાહ! પોલીસે ઠગ ટોળકીને ઝડપી ભણાવ્યો પાઠ

@દિવ્યેશ પરમાર 

ભારતના વિવિધ રાજ્યોમાં  થેલેસીમીયા તેમજ બીજી અલગ અલગ ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને ટાર્ગેટ કરી તેઓને આર્યુવેદીક દવાથી સારૂ કરવાનો ભરોષો આપી લાખો રૂપિયા પડાવતી આંતરરાજ્ય  કર્ણાટકની કડુચી ગેંગના સાગરીતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી કાર્યાવહી હાથ ધરી હતી

સુરતમાં સતત છેતરપીંડીની ઘટના બની રહી છે.તેવામા કર્ણાટક ની કડુચી ગેંગ દ્વારા લોકો ને આયુર્વેદિક દવાના નામે છેતરી રૂપિયા પડવતી એક ઘટના કતારગામ વિસ્તારમાં સામે આવી હતી.જેમાં 3 તારીખના રોજ અશોકભાઈ મોહનભાઈ પારઘી નામના વ્યક્તિ ની બન્ને કિડની ફેઈલ થઈ  હતી જેથી તેની સારવાર કરાવવા અને ડાયાલીસીસ માટે હોસ્પિટલમાં જતા હતા ત્યા અજાણ્યા ઈસમોએ આવી ગંભીર બિમારી આયુર્વેદીક દવાથી સારી કરી આપવાની લાલચ આપી તેઓ પાસેથી દવા ના ખર્ચ ના  ૧,૪૦,૨૦૮ રૂપિયા ઓનલાઈન અને રોકડા લઈ દવા નહિ મોકલી છેતરપીંડી કર્યા હોવાની ઘટના સામે આવી હતી

ઘટનાને પગલે પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ને તપાસ સોંપવામાં આવી હતી .તે દરમ્યાન  ક્રાઈમ બ્રાન્ચની ટિમ ને બાતમી મળી હતી કે અઠવાગેટ જૈન મંદિર નજીકથી છેતરપીંડી કરનાર આરોપી  દિલીપ કટપ્પા શાસ્ત્રી ફરી રહ્યો છે જેથી પોલીસે તેમને  તાત્કાલિક ઝડપી પાડ્યો હતો.આરોપી પાસેથી 50 હજાર રોકડ એમજ અલગ અલગ બેન્ક ના એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન મળી કુલ 66 હજાર ની મત્તા કબ્જે કરાઈ હતી.આરોપી ની પૂછપરછ કરતા તેના  જણાવ્યું હતું કે 3 સાગરીતો સાથે મળી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યોમાં પોતાના અલગ અલગ એજ‌ન્ટો રાખી તે શહેરમાં આર્યુવેદની દુકાન અને મકાન ભાડેથી રાખી આજુબાજુના વિસ્તારમાં આવેલ હોસ્પીટલના બહાર ઉભા રહી ગંભીર બિમારીની સારવાર કરાવવા આવતા પેશ‌ન્ટોને ટાર્ગેટ કરી તેઓને આર્યુવેદની દવાથી સારૂ થઈ જશે અને મારા સંબંધીને પણ સારૂ થઈ ગયેલ છે.

Untitled 120 8 પીડિતોની પીડાની ન કરી પરવાહ! પોલીસે ઠગ ટોળકીને ઝડપી ભણાવ્યો પાઠ

હવે દવા લેવાની પણ બંધ કરી દિધેલ છે તેમ વાત કરી પોતાના સાગરીતને પોતાનો સંબંધી બતાવી તેની સાથે રૂબરૂ મુલાકાત કરાવી દર્દીને વિશ્વાસ અપાવી તેમણે ખોલેલી આર્યુવેદની દુકાને લઈ જઈ ગંભીર બિમારીની સારવાર માટે વપરાતી આર્યુવેદ દવામાં સોનુ, ચાંદી, તેમજ અલગ અલગ જડી બુટ્ટી નાંખી બનાવવામાં આવે છે જે ખુબ જ મોંધી દવા મળે છે પરંતુ તે દવાથી ૧ મહિના પછી ૧૦૦% બિમારી સારી થઈ જાય છે અને આ બધી વાતો ચાલતી હોય તે દરમિયાન અન્ય સહ આરોપી આર્યુવેદની દુકાન ઉપર આવી પોતાને આપેલ લાખો રૂપિયાની દવાથી ખુબ જ સારૂ થઈ ગયેલ છે.

તેવી વાતો કરી  પ્લાન મુજબ દર્દીને વિશ્વાસમાં લઈ આર્યુવેદ દવાના નામ ઉપર લાખો રૂપિયા લઈ એક મહિનાના સમય ગાળામા દુકાન બંધ કરી શહેર છોડીને નાસી જતા હતા. વધુ માં આરોપી એ જણાવ્યું હતું કે ગેંગ દ્રારા અગાઉ મહારાષ્ટ્ર પુણે, પીંપરી ચીચોડ, તેમજ અમદાવાદ શહેરમાં એક મહિના માટે આર્યુવેદની દુકાનો ખોલી ગંભીર બિમારીથી પિડાતા પેશ‌ન્ટો સાથે છેતરપીંડી આચરી હતી..હાલ ક્રાઈમ બ્રાન્ચે કતારગામ માં નોંધાયેલા છેતરપીંડી ના ગુના નો ભેદ ઉકેલી કાઢી એક આરોપી ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:15મી ઓગષ્ટ પહેલા વલસાડના દરિયામાંથી મળી એવી વસ્તુ કે પોલીસ દોડતી થઇ ગઇ..

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે બેંકમાં હથિયાર સાથે ત્રાટકી ગેંગ, ફિલ્મી ઢબે 14 લાખની લૂંટ

આ પણ વાંચો:PM મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને આંચકો, હાઈકોર્ટે રાહતનો કર્યો ઇનકાર

આ પણ વાંચો:અમદાવાદ-બગોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત,10 લોકોના કરુણ મોત