Not Set/ અલીગઢ : લેન્ડિંગ સમયે વિમાન વિજળીનાં તારમાં ફસાતા ક્રેશ, સવાર 6 લોકો સુરક્ષિત

ઉત્તર પ્રદેશનાં અલીગઢ ધનીપુરમાં ખાનગી વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેનર એરક્રાફ્ટ VT-AVV અલીગઢનાં ધનીપુર નજીક ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી અનુસાર આ એક છ સીટર ખાનગી જેટ હતુ. આ વિમાનમાં સવાર તમામ છ લોકો સલામત છે. મળતી માહિતી મુજબ આ ઘટના અલીગઢ ધનીપુર નજીક […]

Top Stories India

ઉત્તર પ્રદેશનાં અલીગઢ ધનીપુરમાં ખાનગી વિમાન દુર્ઘટના થયાના સમાચાર સામે આવ્યા છે. ટ્રેનર એરક્રાફ્ટ VT-AVV અલીગઢનાં ધનીપુર નજીક ક્રેશ થયુ હતુ. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.

Image result for aligarh plane crash

મળતી માહિતી અનુસાર આ એક છ સીટર ખાનગી જેટ હતુ. આ વિમાનમાં સવાર તમામ છ લોકો સલામત છે. મળતી માહિતી મુજબ આ ઘટના અલીગઢ ધનીપુર નજીક ગાંધી પાર્કમાં એરસ્ટ્રીપ પર ઉતરતી વખતે બની હતી. આ અકસ્માત ઇલેક્ટ્રિકલ વાયરમાં ગુંથાયા બાદ થઇ હોવાનુ સામે આવી રહ્યુ છે. ઇલેક્ટ્રિક વાયરનાં સંપર્કમાં આવ્યા બાદ વિમાનમાં આગ લાગી હતી અને અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની માહિતી મળતા જ ફાયર કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી હતી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે અધિકારીઓ ખાનગી ઉડ્ડયન કંપનીનાં તાલીમાર્થીઓ વિમાનની મરમ્મત માટે દિલ્હીથી અલીગઢ આવી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.