કાંકેર,
છત્તીસગઢના નકસલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં ગુરવારે BSF અને નક્સલવાદીઓ વચ્ચે થયેલ મુઠભેડમાં BSF ના ચાર જવાન શહીદ થયા હતા. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી જિલ્લાના પખાંજુર ક્ષેત્રમાં BSF અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલી મુઠભેડમાં બે જવાન ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
#UPDATE : 4 BSF jawans have lost their lives in an encounter with Maoists in Kanker, Chhattisgarh https://t.co/zs8K25iF87
— ANI (@ANI) April 4, 2019
સ્થાનિક સૂત્રો અનુસાર પખાંજુર વિસ્તારમાં થઇ રહેલી શંકાસ્પદ ગતિવિધિની માહિતી મળતા BSF ના કેટલાક જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન નક્સલવાદીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કર્યું હતું.
મુઠભેડમાં ચાર જવાન શહીદ થયા હોવાની સાથોસાથ બે જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાની ખબર મળી રહી છે. ઇજાગ્રસ્ત જવાનોને ઇલાજ માટે પખાંજુરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જવાનોની બેકઅપ ટીમ ઘટનાસ્થળ પર પહેલા જ રવાના થઇ ગઇ હતી.
