Gujarat News : ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હોય તેમ કેટલાક જિલ્લાઓમાં પવન સાથે ધોધમાર વરસ્દા વર્યો ચે. જેને કારમે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
જેમાં અમરેલીના લાટી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા સાથે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં અચાનક પલ્ટો આવી જતા ચોમેર ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદ વાવણી લાયક હોવાથી ખેડૂતોમાં આંનદની લગેર પ્રસરી ગઈ છે.
તે સિવાય બોટાદના ગઢડા શહેરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચતા ઢસા રોડ, બોટાડના ઝાંપા વિસ્તાર, ઉગામેડી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.
બીજીતરફ વલસાડ જિલ્લામાં ઉમરગામ સહિતના વિસ્તારમાં વરસાદ પડતા અસહ્ય ગરમીને કારમે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તે સિવાય જિલ્લાના અનેક ગામોમાં વાદળછાયુ વાતાવરણ હોવાથી અહીં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં ઓઝત નદીમાંથી સિંહનો મૃતદેહ મળ્યો
આ પણ વાંચો:ભૂજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા
આ પણ વાંચો:જમીનોના કાળાધોળા સામે વડોદરાના ધારાસભ્યની જ ગંભીર ફરિયાદ
