Surendranagar News/ સુરેન્દ્રનગરના મૂળી વિસ્તારમાં ખાણ દુર્ઘટનામાં શ્રમિકનું મોત

સુરેન્દ્રનગરના મૂળી વિસ્તારમાં ખાણ દુર્ઘટનામાં શ્રમિકે જીવગુમાવતા ચકચાર મચી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળા ગામની સરકારી જમીનમાં આ ઘટના બની હતી.

Gujarat Others Breaking News

Surendra News: સુરેન્દ્રનગરના મૂળી વિસ્તારમાં ખાણ દુર્ઘટનામાં (Mining Accident) શ્રમિકે જીવ (Labour Death) ગુમાવતા ચકચાર મચી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ખાખરાળા ગામની સરકારી જમીનમાં આ ઘટના બની હતી. કામગીરી દરમિયાન શ્રમિક અને લોડર કૂવામાં ખાબક્યા હતા. તેના પગલે શ્રમિકનુ મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં બીજા શ્રમિકોએ બૂમરાણ મચાવતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તેઓથી પણ શ્રમિકને બહાર કાઢી શકાય તેમ ન હોય તેમણે પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. તેના પગલે ઘટનાસ્થળે પોલીસ અને કલેક્ટરની ટીમ દોડી આવી હતી. આખી રાતના બચાવ કાર્ય છતાં પણ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા ન મળતા એનડીઆરએફની ટીમને બોલાવવી પડે તેમ માનવામાં આવે છે.

હાલમાં ક્રેનની સાથે મૃતદેહ બંને કાઢવાની કામગીરી જારી છે. આ દુર્ઘટનામાં 20 વર્ષીય અજય બોહકિયા નામના યુવાનનું મોત થયું છે. કોલસાના કૂવાની બાજુમાં પડેલા સ્ટોન ભરતા આ દુર્ઘટના સર્જાઈ હતી.  સુરેન્દ્રનગરમાં અન્ય ઘટનામાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. વઢવાણ અને કોઠારિયા રોડ પર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો.

રોડ સાઇડે મૃતદેહ મળી આવ્યો

રોડની સાઇડમાં પાણીમાં અર્ધડુબેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. રસ્તે પસાર થતાં લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. વઢવાણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લીધો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વઢવાણ પોલીસનું કહેવું છે કે આ અજાણ્યા પુરુષની હત્યા, આત્મહત્યા કે અકસ્માત છે તે નક્કી થયા પછી તપાસની દિશા નક્કી કરશે. હાલમાં તો પોલીસ મૃતક યુવકની ઓળખની શોધમાં લાગેલી છે. પોલીસે આ માટે નજીકના પોલીસ સ્ટેશનોમાં પણ કોઈ યુવાન ગુમ થયેલો હોય કે ઘરેથી નીકળી ગયો હોય તેવા કોઈ કેસ આવ્યા હોય તો તેની પણ ચકાસણી શરૂ કરી છે, જેથી મૃતક યુવકની ઓળખમાં મદદ મળે. પોલીસને ટૂંક સમયમાં તેની ઓળખ સુનિશ્ચિત કરવાનો વિશ્વાસ છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ખૂની ખેલ, યુવકની હત્યા, બે મહિલાઓ ઘાયલ, પોલીસ તપાસમાં

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કિસાન સન્માન સમારોહ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાનું પ્રેરક નેતૃત્વ

આ પણ વાંચો: સુરેન્દ્રનગર : ધ્રાંગધ્રા ખાતે નોંધાયો હનીટ્રેપનો ગુનો