Vadodara News/ વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ

વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાં તસ્કરો (Narmada Bhavan Theft)એ જૂની સરકારી કચેરીને નિશાન બનાવી. દરવાજો તોડી 10 પંખા અને 12 LED લાઇટ સહિત રૂ.16 હજારનો સામાન ચોરાયો.

Gujarat Others Breaking News
Narmada Bhavan Theft: પોલીસ ભવનની બાજુમાં ચોરીથી ખળભળાટ, રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી

Vadodara News: વડોદરા શહેરમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસ ભવન નજીક આવેલા નર્મદા ભવનમાં તસ્કરોએ સરકારી કચેરીને નિશાન બનાવી છે. તસ્કરો કચેરીનું દરવાજાનું પ્લાય તોડી અંદર ઘૂસ્યા હતા અને સરકારી મિલકતની ચોરી (Narmada Bhavan Theft) કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જૂની કચેરીને બનાવી નિશાન

મળતી માહિતી મુજબ, વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાં અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરી આવેલી હતી. આ કચેરી જુલાઈ 2025માં દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી. હાલ જૂની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હોવાનું સામે આવ્યું છે.

Narmada Bhavan Theft: દરવાજાનું પ્લાય તોડી ચોરી

28 જુલાઈ 2026ના રોજ રાત્રે રૂટીન ચેકિંગ દરમિયાન સરકારી સામાન ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ તપાસ કરતા રૂમ નંબર 620ના મુખ્ય દરવાજાના નીચેના ભાગનું પ્લાય તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા.

પંખા અને LED લાઇટ સહિત રૂ.16 હજારનો સામાન ચોરાયો

ચોરી (Narmada Bhavan Theft) માં તસ્કરો ક્રોમ્પટન કંપનીના 10 સીલિંગ ફેન અને એન્કર કંપનીની 12 LED લાઇટ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા સામાનની કિંમત અંદાજે રૂ.16 હજાર હોવાનું જાણવા મળ્યું છે.

18 જુલાઈ સુધી સામાન સલામત હતો

ફરિયાદ મુજબ, 18 જુલાઈના રોજ કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કચેરીમાં તમામ સામાન સલામત હતો. ત્યારબાદ 28 જુલાઈની વચ્ચેના સમયગાળામાં તસ્કરોએ ચોરી (Narmada Bhavan Theft) ને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે.

રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલે મદદનીશ નોંધણી સર નિરીક્ષક સૂર્યકાંત હઠીલાની ફરિયાદના આધારે રાવપુરા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે કચેરી આસપાસના CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે તસ્કરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:વડોદરાના બે D-Martમાંથી અમૂલ ઘીના 56 પાઉચની ચોરી, CCTVમાં 4 મહિલાઓ કેદ; પોલીસ તપાસ શરૂ

આ પણ વાંચો:વડોદરાની ‘સોફેસ્ટિકેટેડ ચોર’! લાખોના દાગીના મોઢામાં છુપાવી ચોરીનો પ્રયાસ

આ પણ વાંચો:હવે તો હદ થઈ ગઈ! વડોદરામાં મહાકાળી અને ભાથીજી મંદિરમાં ચોરી, CCTVમાં તસ્કરો કેદ