America News/ મિયામી એરપોર્ટ પર એમેઝોનનું બોઇંગ 767 ક્રેશ, 5નાં મોત; અનેક લોકો ઘાયલ

plane crash: અમેરિકાના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર Amazonનું Boeing 767-300 કાર્ગો વિમાન રનવે પરથી આગળ નીકળી ગાડીઓ સાથે અથડાયા બાદ ક્રેશ થયું.

Top Stories World
plane crash

Miami Airport Plane Crash: અમેરિકાના મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મોટો વિમાન અકસ્માત સર્જાયો છે. Amazonનું Boeing 767-300 કાર્ગો વિમાન રનવે પરથી આગળ નીકળી ગાડીઓ સાથે અથડાયા બાદ આગની લપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. અન્ય બે લોકોને સામાન્ય ઈજા થઈ છે.

મળતી માહિતી મુજબ, આ વિમાન પ્યુર્ટો રિકોના સાન જુઆનથી મિયામી આવી રહ્યું હતું. રવિવારે બપોરે આશરે 2 વાગ્યે લેન્ડિંગ દરમિયાન વિમાન રનવેની બહાર નીકળી ગયું અને ત્યાં રહેલી કેટલીક ગાડીઓ સાથે અથડાયું હતું.

અકસ્મત બાદ અનેક લોકો વાહનોમાં ફસાઈ ગયા હતા. મિયામી-ડેડ રેસ્ક્યૂ ફાયર વિભાગના અધિકારી રે જદાલ્લાહના જણાવ્યા અનુસાર, વિમાનના પાયલટ અને કો-પાયલટ પણ પ્લેનની અંદર ફસાયા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ફાયર ક્રૂએ આગ પર કાબૂ મેળવવાની સાથે ઈંધણના લીકેજને રોકવા માટે કલાકો સુધી કામગીરી કરી હતી.

અકસ્મત બાદ વિમાનના એક ભાગમાંથી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળી હતી. ઘટનાસ્થળની આસપાસ અનેક કાર અને મોટા ટ્રક પણ જોવા મળ્યા હતા. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો મુજબ વિમાન રનવેની આગળ જમીન પર પડેલું જોવા મળે છે, જેના કારણે લેન્ડિંગ દરમિયાન વિમાન રનવે પરથી બહાર નીકળી ગયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હાદસા બાદ મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ‘ગ્રાઉન્ડ સ્ટોપ’ લાગુ કરવામાં આવ્યો હતો. તેના કારણે એરપોર્ટ પરથી તમામ વિમાનોની ઉડાન રોકી દેવામાં આવી હતી. અકસ્માત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટનાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સામે આવશે.


આ પણ વાંચો: અમેરિકાના અલાસ્કામાં ચાર્ટર્ડ વિમાન ક્રેશ, 2 પાઇલટ સહિત 8 લોકો લાપતા

આ પણ વાંચો: AI-171 વિમાન દુર્ઘટના : ઇલેક્ટ્રિકલ સિસ્ટમની નિષ્ફળતાથી ક્રેશ થયું હોવાનો પાઇલટ સંગઠનનો દાવો

આ પણ વાંચો: બ્રાઝિલમાં રહેણાંક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું, 3 ના મોત, જુઓ 9/11 જેવો ભયાનક વીડિયો