Abhishek Sharma and Laila Faisal Relationship: ભારતીય ક્રિકેટર અને T20 લીગમાં અમૃતસર સુરમાસ ટીમના કેપ્ટન અભિષેક શર્મા હાલમાં પોતાના શાનદાર ક્રિકેટ પ્રદર્શનની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. બિઝનેસવુમન લૈલા ફૈસલ સાથે તેમના સંબંધોની અફવાઓ ફરી એકવાર સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.
IPL 2025થી શરૂ થઈ હતી ડેટિંગની ચર્ચા
અભિષેક શર્મા(Abhishek Sharma) અને લૈલા ફૈસલના નામ પહેલીવાર IPL 2025 દરમિયાન જોડાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ બંનેને કેટલીક વખત સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. જોકે, અભિષેક કે લૈલા બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધોને લઈને અત્યાર સુધી સત્તાવાર રીતે કંઈ જાહેર કર્યું નથી.

કોણ છે લૈલા ફૈસલ?
અભિષેક શર્મા(Abhishek Sharma) સાથે નામ જોડાયા બાદ લૈલા ફૈસલની ચર્ચા વધી છે. લૈલા દિલ્હીની વતની હોવાનું કહેવાય છે અને તેઓ ગ્લેમર ઈન્ડસ્ટ્રી કરતાં બિઝનેસ ક્ષેત્ર સાથે વધુ સંકળાયેલા છે. તેમણે દિલ્હીની DPS આર.કે. પુરમમાંથી અભ્યાસ કર્યા બાદ કિંગ્સ કોલેજ લંડનમાંથી સાયકોલોજીમાં ડિગ્રી મેળવી હોવાનું જણાવાય છે. લૈલા ફૈસલે યુનિવર્સિટી ઓફ ધ આર્ટ્સ લંડનમાંથી ફેશન ડિઝાઇનિંગ, માર્કેટિંગ અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો હતો. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ કોલેજની ફેશન સોસાયટી સાથે નેતૃત્વની ભૂમિકામાં પણ જોડાયેલા હતા.ભારત પરત આવ્યા બાદ તેમણે પોતાના પિતાની ફર્મ ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક લક્ઝરી’માં COO તરીકે જવાબદારી સંભાળી હોવાનું જાણવા મળે છે.
2022માં શરૂ કર્યું પોતાનું લક્ઝરી ફેશન લેબલ
પિતાના બિઝનેસમાં કામ કરવાની સાથે પોતાની અલગ ઓળખ બનાવવા માટે લૈલા ફૈસલે 2022માં પોતાની માતા સાથે મળીને ‘લૈલા રૂહી ફેશન ડિઝાઇન્સ’ નામનું હાઈ-એન્ડ ફેશન લેબલ શરૂ કર્યું હતું. બિઝનેસ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ તેમની સારી હાજરી જોવા મળે છે. હાલમાં અભિષેક શર્મા(Abhishek Sharma) અને લૈલા ફૈસલના સંબંધોને લઈને માત્ર અહેવાલો અને અફવાઓ જ ચર્ચામાં છે. બંને તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ ન હોવાથી આ સંબંધ અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી.
