National News/ જમ્મુ-કાશ્મીરમાં વંદે માતરમ ગાન પર રાજકીય વિવાદ, કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સને આપી ટકોર

જમ્મુ અને કશ્મીરમાં ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સંપૂર્ણ Vande Mataram ગાવાને લઈને કોંગ્રેસે સહયોગી નેશનલ કોન્ફરન્સ સામે નારાજગી વ્યક્ત કરી છે, જેના પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે.

NATIONAL Top Stories India
Vande Mataram

Jammu Kashmir Film Festival Vande Mataram Controversy: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન સંપૂર્ણ ‘વંદે માતરમ’નું ગાન કરવામાં આવતા રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સહિતના નેતાઓ રાષ્ટ્રગીતના સન્માનમાં ઊભા રહ્યા હતા. જોકે, કોંગ્રેસે સંપૂર્ણ ગીતના ગાનને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.

કોંગ્રેસે સહયોગી પક્ષને આપી સલાહ

કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે દલીલ કરી કે ‘વંદે માતરમ’ના(Vande Mataram) અગાઉ સ્વીકારાયેલા બે અંતરાઓનું જ ગાન કરવામાં આવતું હતું અને તેની પાછળ દેશની બહુવિધ તથા સમન્વયવાદી ભાવનાને ધ્યાનમાં રાખવાનો હેતુ હતો. વેણુગોપાલે પોતાના સહયોગી પક્ષોને પણ સ્વતંત્રતા સંગ્રામના નેતાઓએ લીધેલા નિર્ણયનું સન્માન કરવા અને ગીતના એ જ બે અંતરા ગાવા અપીલ કરી હતી.

Vande Mataram

કોંગ્રેસે સંપૂર્ણ ગીત અંગે શું કહ્યું?

કોંગ્રેસનું કહેવું છે કે ‘વંદે માતરમ’ના(Vande Mataram) બે અંતરા પસંદ કરવાનો નિર્ણય વિચારપૂર્વક લેવામાં આવ્યો હતો. પાર્ટીનો દાવો છે કે તે સમયની સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીતના એવા ભાગોને પસંદ કરવામાં આવ્યા હતા, જે દેશની ધાર્મિક વિવિધતા અને સર્વસમાવેશક ભાવનાને અનુરૂપ હોય. પાર્ટીના નેતાઓનું માનવું છે કે આ પરંપરાને જાળવી રાખવાથી ભારતના બિનસાંપ્રદાયિક અને સમાવેશી સ્વરૂપને મજબૂતી મળે છે.

ભાજપે કોંગ્રેસ પર કર્યો પ્રહાર

બીજી તરફ, ભાજપે કોંગ્રેસના વલણને લઈને નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ મહાસચિવની ટિપ્પણી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, નેશનલ કોન્ફરન્સ જેવા કોંગ્રેસના સહયોગી પક્ષના નેતાઓ પણ સંપૂર્ણ ‘વંદે માતરમ’ના(Vande Mataram) ગાનમાં ભાગ લઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસને તેના પર વાંધો છે.

રાજકીય દલીલો વચ્ચે વિવાદ વધુ ગરમાયો

આ સમગ્ર મામલે હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય નિવેદનબાજી તેજ બની છે. એક તરફ કોંગ્રેસ સંપૂર્ણ ગીતના બદલે અગાઉ સ્વીકારાયેલા બે અંતરાના ગાનને યોગ્ય ગણાવી રહી છે, જ્યારે ભાજપ તેને કોંગ્રેસના વલણ તરીકે રજૂ કરી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન દરમિયાન બનેલી આ ઘટના હવે સાંસ્કૃતિક કાર્યક્રમ કરતાં આગળ વધી રાજકીય ચર્ચાનો મુદ્દો બની ગઈ છે.


આ પણ વાંચો:વંદે માતરમના ગાનને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે, સોનિયા ગાંધી પર આરોપ

આ પણ વાંચો: વંદે માતરમ વિવાદ: ખડગેએ ભાજપને આપ્યો જવાબ, કહ્યું- ‘જો ગુનો છે તો ગાંધી-નેહરુ સામે પણ કેસ કરો’

આ પણ વાંચો: વંદે માતરમ’ વિવાદમાં શર્મિલા ટાગોર પર ભડક્યા મુકેશ ખન્ના