Not Set/ અમૃતસર : સરકારી કર્મચારીઓના ખાતામાં આવી ગઈ ડબલ સેલેરી અને પછી..

અમૃતસર જો તમારા ખાતામાં એકની જગ્યાએ બે મહિનાની સેલેરી આવી જાય તો શું થાય. પંજાબના અમૃતસરમાં હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરમાં સરકારી કર્મચારીને ઓક્ટોમ્બર મહિનાની સેલેરી બે વખત આવી ગઈ છે. કર્મચારીને લાગ્યું કે સરકારે તેમને બોનસ તરીકે ભેટ આપી છે. પરંતુ તેમની આ ખુશી વધારે સમય સુધી ટકી નહતી. સરકારી […]

Top Stories India Trending

અમૃતસર

જો તમારા ખાતામાં એકની જગ્યાએ બે મહિનાની સેલેરી આવી જાય તો શું થાય. પંજાબના અમૃતસરમાં હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમૃતસરમાં સરકારી કર્મચારીને ઓક્ટોમ્બર મહિનાની સેલેરી બે વખત આવી ગઈ છે. કર્મચારીને લાગ્યું કે સરકારે તેમને બોનસ તરીકે ભેટ આપી છે.

પરંતુ તેમની આ ખુશી વધારે સમય સુધી ટકી નહતી. સરકારી કર્મચારીકહેવામાં આવ્યું હતું કે તેઓ એકાઉન્ટમાંથી રકમ ઉપાડે નહી. ભૂલના લીધે ડબલ સેલેરી ટ્રાન્સફર થઇ ગઈ હતી.

સરકારી કાર્યલય દ્વારા નોટીસ મોકલવામાં આવી હતી કે ભૂલથી બે મહિનાની સેલેરી ટ્રાન્સફર થઇ ગઈ છે જેમાંથી એક મહિનાની સેલેરી થોડા સમયમાં પાછી લઇ લેવામાં આવશે.

સરકાર દ્વારા સોફ્ટવેરમાં ગડબડના લીધે આ સમસ્યા થઇ હતી. આ સમસ્યા આખા પંજાબમાં નહી પરંતુ માત્ર અમૃતસરમાં જ થઇ હતી.