celebrate the festival./ ક્રોધ અને નિરાશામાંથી બહાર નીકળવા માટે યુવાપેઢીએ અવશ્ય જાણવા, ગીતાના આ શ્લોકો અને તેના ભાવાર્થ!

ગીતા કેવળ આધ્યાત્મિક ગ્રંથ નથી પણ જીવનનો સાર છે. ભલે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, ઘરની કે બહારની કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યાં હો, ગીતા પ્રત્યેક પરિસ્થિતિમાં તમારું માર્ગદર્શન કરી શકે છે. આજની યુવાપેઢી અત્યંત ભ્રમિત અને ગૂંચવાયેલી મનોદશામાં છે, એવામાં ગીતાના કેટલાક પ્રસિદ્ધ શ્લોકો તમારી મદદ કરી શકે છો. તો ચાલો જાણીએ, એ શ્લોકોને તેમના ભાવાર્થ સહિત…

Trending festival

Janmashtami Festival:   કેટલાય લોકો માટે જીવન એક વણઉકેલ્યા કોયડા જેવું છે, જેના ઉકેલ બાબતે કશી જ સમજ ન પડવાથી તેઓ પોતાનું જીવન બરબાદ કરી નાખે છે! કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ ભગવાને ઉપદેશ આપીને ન કેવળ અર્જુનનો ઉદ્ધાર કર્યો હતો પરંતુ, એમણે ભાવિ પેઢીઓને પણ એ અમૂલ્ય જ્ઞાન આપ્યું જેનાથી એ પોતાના જીવનના ગૂઢ રહસ્યોને સમજી શકે. ગીતોપદેશ કેવળ દ્વાપર યુગમાં જ નહિં પરંતુ, હાલ કળિયુગની યુવાપેઢી માટે પણ એટલો જ સુસંગત છે તથા સચોટ રીતે તેમનું માર્ગદર્શન કરી શકે છે. આથી જ તો સ્વામી વિવેકાનંદે તમામ લોકોને ગીતાનું પઠન કરવાની સલાહ આપી હતી.

ભગવદ્ ગીતામાં એવા કેટલાય ઉપદેશ શ્લોકોના સ્વરુપમાં દર્શાવાયેલા છે જે, આજની પેઢીની અનેક માનસિક, ભાવનાત્મક અને વ્યવહારુ સમસ્યાઓના ઉપાયો અત્યંત સરળતાથી દર્શાવે છે. તો ચાલો જાણીએ, આવા જ કેટલાક શ્લોકો એના ભાવાર્થ સહિત-

1. क्रोधाद्भवति संमोह: संमोहात्स्मृतिविभ्रम:।
स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

ગીતાના આ શ્લોકનો અર્થ છે કે ક્રોધથી મનુષ્યની મતિ મારી જાય છે, જેનાથી સ્મૃતિ ભ્રમિત થઈ જાય છે. સ્મૃતિ-ભ્રમ થતા મનુષ્યની બુદ્ધિ નષ્ટ થાય છે, પરિણામે મનુષ્ય પોતે જ પોતાનો નાશ કરી બેસે છે. કહેવાનો અર્થ એ છે કે, ક્રોધના આવેશમાં મનુષ્ય પોતાનું સારું-ખોટું સમજી શકતો નથી, વિચારી શકતો નથી પરંતુ, પોતાના મનને એટલું ઉત્તેજીત કરી નાખે છે કે સ્વયં વિનાશને ગળે લગાવી લે છે!

2. ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते।
सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते॥

ગીતાના આ શ્લોકનો સાર એ છે કે, વિષયો પર ચિંતન કરનારા મનુષ્યની વિષયોમાં આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી બુદ્ધિનો નાશ થાય છે અને મનુષ્યનું પતન થાય છે. કહેવાનો અર્થ એ છે કે, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ સાથે મોહના કારણે ઉત્પન્ન થયેલી લાલસા જ્યારે પૂર્ણ ન થાય તો, ક્રોધ અને હતાશા ઉત્પન્ન થાય છે.

3. चिन्तया जायते दुःखं नान्यथेहेति निश्चयी।
तया हीनः सुखी शान्तः सर्वत्र गलितस्पृहः॥

3. આ શ્લોકનો અર્થ એ છે કે, ચિંતાથી દુઃખ ઉત્પન્ન થાય છે. ચિંતારહિત વ્યક્તિ સુખી, શાંત અને તમામ ઇચ્છાઓથી મુક્ત થઇ જાય છે. કહેવાનો અર્થ એ છે કે, ચિંતા કરવાની જગ્યાએ વ્યક્તિએ શાંત રહેવુ જોઇએ અને સમાધાન કરવાના પ્રયાસો કરતા રહેવું જોઇએ. જે મનુષ્ય અત્યંત વધારે ચિંતા કરતો હોય તો, એ ન કેવળ સતત ચિંતાથી ઘેરાયેલો રહેશે પરંતુ ડિપ્રેશનનો પણ શિકાર બની જશે.

4. श्रद्धावान्ल्लभते ज्ञानं तत्पर: संयतेन्द्रिय:।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति॥

આ શ્લોકનો અર્થ એ છે કે, શ્રદ્ધાવાન, તત્પર અને પોતાની ઈન્દ્રિયો પર સંયમ રાખનાર પુરુષને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનપ્રાપ્તિ બાદ, એ શીઘ્ર પરમ શાન્તિને પ્રાપ્ત કરે છે. કહેવાનો અર્થ એ છે કે, યોગ્યતા વિના કોઈ પણ લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી અને આ ત્રણ એવા આવશ્યક ગુણો છે કે જેમને આત્મસાત્ કરીને કોઈ પણ મનુષ્ય આત્મવિકાસના માર્ગ પર અગ્રેસર થઇ શકે છે.

5. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥

આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, ફક્ત કર્મ પર જ તમારો અધિકાર છે પરંતુ, કર્મના ફળોની કામના ન કરો. ફળની ચિંતા ન કરો. કહેવાનો અર્થ એ છે કે, ફળની ઈચ્છા પ્રત્યેક વ્યક્તિને આકાંક્ષી બનાવે છે અને આકાંક્ષા પૂર્ણ ન થવાથી માત્ર ને માત્ર નિરાશા જ હાથ લાગે છે. બધા જ વ્યક્તિઓ નિરાશાને હેન્ડલ કરી શકતા નથી વળી, કેટલાકના વિચારો તો પોતાનું જીવન સમાપ્ત કરવાની પરાકાષ્ઠાએ પહોંચી જાય છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!

આ પણ વાંચો:100 વર્ષ બાદ રક્ષાબંધન પર રચાશે દુર્લભ સંયોગ, આ રાશિના જાતકો થશે માલામાલ, ખૂબ ધન કમાશે!