Not Set/ JD(S)ના MLAની જવાબદારી હમારી, કોંગ્રેસ પોતાના ધારસભ્યોને સંભાળીને રાખે : કુમારસ્વામી

બેંગલુરુ, છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજ્યપાલ દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કુમારસ્વામી આગામી બુધવારના રોજ CM પદના શપથ લઇ શકે છે. શપથવિધિ પહેલા એચ ડી કુમારસ્વામી રવિવારે રાજધાની દિલ્હી પહોચી શકે છે અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને […]

Top Stories India Trending

બેંગલુરુ,

છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં સરકારના ગઠનને લઇ જોવા મળેલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ રાજ્યપાલ દ્વારા ચુંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટી કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને સરકારના ગઠન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કુમારસ્વામી આગામી બુધવારના રોજ CM પદના શપથ લઇ શકે છે.

શપથવિધિ પહેલા એચ ડી કુમારસ્વામી રવિવારે રાજધાની દિલ્હી પહોચી શકે છે અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત પર કરવાના છે. આ મુલાકાતમાં તેઓ કર્ણાટક સરકારના ગઠનને લઇ ચર્ચા કરી શકે છે.

કોંગ્રેસ પોતાના MLA સંભાળીને રાખે : કુમારસ્વામી

જો કે આ પહેલા જ કુમારસ્વામીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું, “કોંગ્રેસ-જેડીએસની સરકાર સહમતીથી ચાલશે પરંતુ JD(S)ના ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી અમારી છે અને કોંગ્રેસના MLAની જદાબદારી કોંગ્રેસના નેતાઓની છે, જેથી તેઓ પોતાના MLA પર નજર રાખે.

તેઓએ વધુમાં જણાવ્યું, “જે નેતા કર્ણાટકની ચુંટણી પહેલા જેડીએસ છોડીને કોંગ્રેસમાં ચાલ્યા ગયા છે અને હવે તેઓ જીતીને પણ આવ્યા છે. ત્યારે આ ધારાસભ્યોને સંભાળવાની જવાબદારી કોંગ્રેસની છે. ભલે તેઓ તાજેતરમાં ગઠબંધનની સરકારનો એક ભાગ હોય, પરંતુ તેઓની સંપૂર્ણ જવાબદારી કોંગ્રેસના હાથમાં હશે. આ દરમિયાન આ MLAના કોઈ પગલાથી જેડીએસનું કોઈ લેવા દેવા હશે નહીં.

મંત્રીમંડળ માટેની ૨૦-૧૩ની ફોર્મુલા

પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારના રોજ જેડીએસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામી CM પદની શપથ લઇ શકે છે. ત્યારે આ પહેલા કોંગ્રેસ અને JD(S) ગઠબંધન દ્વારા રાજ્ય સરકારના મંત્રીમંડળ માટે એક ૨૦-૧૩ ની એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી છે.

મંત્રીમંડળ માટેની ૨૦-૧૩ ની ફોર્મુલા મુજબ, મંત્રીમંડળમાં કોંગ્રેસ પાર્ટીના ૨૦ ધારાસભ્ય જયારે જેડીએસના ૧૩ MLAને મંત્રી પદ આપવામાં આવી શકે છે.

વિપક્ષ કરશે શપથવિધિમાં શક્તિ પ્રદર્શન  

બુધવારે થનારી શપથવિધિમાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આંધ્રપ્રદેશ CM ચંદ્રબાબુ નાયડુ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ઉપસ્થિત રહેવાની આશા છે.

ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ શપથ ગ્રહણ સમારંભને આગામી ૨૦૧૯ની લોકસભા ચુંટણીની પહેલાં વિપક્ષી એકતાને એકજૂથ કરવા માટે શો બનાવી શક્તિ પ્રદર્શનની તૈયારી છે.