Ahmedabad News/ અમદાવાદમાં આપઘાતના પાંચ બનાવોથી ચકચાર

સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં એક જ દિવસમાં પાંચ આપઘાતના બનાવથી ચકચાર મચી છે. જેમાં સેટેલાઈટ, વેજલપુર, નરોડા, ઓઢવ અને નારોલમાં આત્મહત્યાના આ બનાવો બન્યા હતા. પ્રથમ બનાવની વિગત મુજબ સેટેલાઈટમાં રાજીવનગર વિભાગ-4માં રહેતા કનુભાઈ એચ. મકવાણા(27)એ પોતાના ઘરમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કર્યો હતો. જોકે આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી, એમ પોલીસે કહ્યું હતું. સેટેલાઈટ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. અન્ય બનાવમાં બાપુનગરમાં સરસ્વતીનગર સોસાયટીમાં રહેતા અંકુર વી.ધોલારીયા(27)એ વેજલપુર જીવરાજ પાર્ક સોસાયટી નજીક ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

આ અંગે વેજલપુર પોલીસ વધુ તપાસ કરી રહી છે. તે સિવાય નરોડામાં ગોપીનાથ પાર્ક સોસાયટીમાં રહેતા મેહુલકુમાર આર.પરમાર(31)એ કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરમાં પંખા સાથે સાડી લગાવીને જીવન ચુંકાવ્યું હતું. નરોડા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં ઓઢવમાં નાગજીભાઈ રબારીની ચાલીમાં રહેતા શિવકિરણસિંહ કે.રાજપુત(25)એ કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. ઓઢવ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

જ્યારે નારોલમાં શાહવાડી જ્યોતિનગર પાસે ગંગાનગર ખાતે રહેતા સુભાષપ્રસાદ ખરવાલવની સગીર વયની દિકરીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં છતની એંગલ સાથે દુપટ્ટો લગાવીને જીવન ટુંકાવ્યું હતું. નારોલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા

આ પણ વાંચો: મહીસાગરમાં ખાનપુરના વડાગામ પાસે ઝડપાયો દારુ

આ પણ વાંચો: મહીસાગરમાં એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો