Election Result/ અમદાવાદ માં વસ્ત્રાલ, થલતેજ, નવરંગપુરા, જોધપુર, ગોતામાં લહેરાયો ભાજપનો ભગવો

અમદાવાદ માં વસ્ત્રાલ, થલતેજ, નવરંગપુરા, જોધપુર, ગોતામાં લહેરાયો ભાજપનો ભગવો

Ahmedabad Gujarat Trending

 

અમદાવાદ મહાનગર પાલિકાના પરિણામ આવી રહ્યા છે. અને અનેક બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાઈ ચુક્યો છે. અમદાવાદ મહાનગર પાલિકામાં ભાજપ તરફી માહોલ જામી રહ્યો છે

ત્યારે વસ્ત્રાલ, ગોતા, નવરંગપુરા, જોધપુર, થલતેજમાં ભાજપની પેનલ જીતી ગઈ છે. નવા વાડજમાં 10માંથી 8 રાઉન્ડ પૂર્ણ થી ચુક્યા છે. અને ભાજપ ઉમેદવારોની પેનલ આગળ છે. જયારે નિકોલ વોર્ડમાં પણ ભાજપની પેનલ આગળ છે.

ભાજપે વિજય મનાવવા ની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.શહેર કાર્યાલય ખાન પુર ખાતે સાઉન્ડ  સિસ્ટમ પહેલાથી જ ગોઠવી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ સિવાય પણ વડોદરા ભાવનગર, જામનગર, રાજકોટ, સુરતમાં પણ અનેક બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.