Video/ હિમાચલ પ્રદેશમાં એકવાર ફરી ભૂસ્ખલન, દ્રશ્યો જોઇ ચોંકી જશો આપ

હિમાચલ પ્રદેશમાં એકવાર ફરી ભૂસ્ખલન, દ્રશ્યો જોઇ ચોંકી જશો આપ, એક તરફ ગુજરાતમાં જ્યા વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે..

Top Stories India
1 123 હિમાચલ પ્રદેશમાં એકવાર ફરી ભૂસ્ખલન, દ્રશ્યો જોઇ ચોંકી જશો આપ

એક તરફ ગુજરાત રાજ્માં વરસાદ સંતાકૂકડી રમી રહ્યો છે, તો બીજી તરફ દેશનાં પર્વતિય ક્ષેત્રની સતત વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઇ રહી છે. મળતી માહિતી અનુસાર,  હિમાચલ પ્રદેશનાં શિમલામાં ભૂસ્ખલન થયું છે ત્યાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યો છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 બ્લોક થઈ ગયો છે, અત્યાર સુધી કોઈ જાનહાની કે સંપત્તિને નુકસાનની જાણ થઈ નથી.

આ પણ વાંચો – Covid-19 / ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે દેશમાં નોંધાયા 38,948 કેસ, 219 લોકોનાં મોત

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરની ઘટના શિમલાનાં જેઓરી વિસ્તારમાં બની હતી. પહાડો પરથી મોટા પ્રમાણમાં કાટમાળ નીચે આવવાને કારણે નેશનલ હાઇવે (કિન્નૌર શિમલા નેશનલ હાઇવે) બંધ થઇ ગયો છે અને આ કારણોસર અહી ટ્રાફિક જામ થઇ ગયો છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનીનાં સમાચાર નથી. રામપુર એસડીએમ અને પોલીસ ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે. અગાઉ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનાં ઘણા જિલ્લાઓમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે, જેમાં મોટી સંખ્યામાં લોકોનાં મોત પણ થયા છે. પર્વતીય વિસ્તારોમાં વરસાદની ઋતુમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી જાય છે. ભૂસ્ખલન બાદ શિમલા-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા શિમલાનાં વિકાસ નગર વિસ્તારમાં પણ આવી જ રીતે એક ભૂસ્ખલન થયું હતું. જ્યારે લાહૌલ સ્પીતી જિલ્લાનાં નાલદા ગામમાં પણ ચેનાબ નદી પાસે ભૂસ્ખલનની ઘટના બની હતી.

આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ પેટા ચૂંટણી / TMC એ પશ્ચિમ બંગાળમાં ત્રણ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી, જાણો CM મમતા બેનર્જી ક્યાંથી ચૂંટણી લડશે

વળી, ભૂસ્ખલનની સૌથી ખરાબ ઘટના 11 ઓગસ્ટનાં રોજ બની હતી. ત્યારબાદ કિન્નૌર જિલ્લામાં, પર્વતો પરથી વિશાળ પથ્થરો રસ્તા પર પાર્ક વાહનો પર પડ્યા હતા, જે બાદ વાહનોને ભારે નુકસાન થયુ હતુ. આ અકસ્માતમાં 25 લોકોનાં મોત થયા હતા, જેમાંથી મોટાભાગનાં પ્રવાસીઓ હતા. મુસાફરોથી ભરેલી એક ટ્રક અને હિમાચલ રોડવેઝ બસ અકસ્માતની ઝપેટમાં આવી ગઈ હતી. આ બસ કિન્નોરથી શિમલા તરફ જઈ રહી હતી. હિમાચલનાં કિન્નૌર જિલ્લાની સાંગલા ઘાટીમાં 25 જુલાઈએ ભૂસ્ખલન થયું હતું, જેમાં 9 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો. આ તમામ પ્રવાસીઓ દિલ્હી-એનસીઆરનાં હતા. વળી, 10 ઓગસ્ટનાં રોજ ઉત્તરાખંડનાં તોતા પર્વત પરથી રસ્તા પર એક વિશાળ પથ્થર પડ્યો હતો, પરંતુ સમય જતાં લોકો વાહન છોડીને ભાગી ગયા હતા. આનાથી ઘણા લોકોનાં જીવ બચી ગયા હતા.