Viral Video/ આ બિલાડીની હિમ્મત તો જુઓ, દીપડાની સામે લડવા થઇ ગઇ તૈયાર

મોત સામે હોવા છતા આ બિલાડીની હિમ્મત તો જુઓ, દીપડાની સામે ઉભો છે છતા તેની સામે લડવા તૈયાર થઇ ગઇ હતી. આ વીડિયોને લોકો ખૂબ જોઇ રહ્યા છે.

Videos
બિલાડીની

દીપડાને જોઇ ભલ ભલાનો હોશ ઉડી જતા હોય છે. તેને જોઇને માણસોથી લઇને પ્રાણીઓ પણ ડરનાં કારણે ભાગી જાય છે. પરંતુ અમે તમને આજે જે કહેવા અને બતાવવા જઇ રહ્યા છે, તે વાંચ્યા અને જોયા બાદ પણ તમને તમારી આંખો પર ભરોસો નહી થાય.

આ પણ વાંચો – શિક્ષક દિન /  બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સરકાર કરી રહી છે :  નિતીનભાઇ પટેલ

આપને જણાવી દઇએ કે, નાસિકથી સામે આવેલી એક તસવીર થોડી વાર તમને વિચારવા પર મજબૂર કરી દેશે, કે આવુ કેવી રીતે થઇ શકે છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમા એક દીપડો અને બિલાડી એક કૂવાની અંદર દેખાય છે. આ વીડિયોમાં દીપડો જ્યારે બિલાડી પર હુમલો કરવા તેની તરફ આગળ વધે છે, ત્યારે બિલાડી ભાગવાની જગ્યાએ તેની સામે પડતી જોવા મળી રહી છે. નાસિકથી સામે આવેલા આ વીડિયોને ANI એ શેર કર્યો છે. આ વીડિયો અંગે પશ્ચિમ નાસિક વિભાગનાં નાયબ વન સંરક્ષક પંકજ ગર્ગ કહે છે કે, “બિલાડીનો પીછો કરતી વખતે દીપડો કૂવામાં પડ્યો હતો. જો કે બાદમાં તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને તેમના કુદરતી નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવ્યા હતા.”  જો કે આ દ્રશ્યોને જોઇને લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા કે આવુ કેવી રીતે બની શકે કે એક દીપડો બિલાડીની સામે આવીને પણ તેને કઇ ન કરી શક્યો.

આ પણ વાંચો – visits / રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે, માતા વૈષ્ણો દેવી મંદિરમાં કરી શકે છે પૂજા-અર્ચના

આપને જણાવી દઈએ કે, દીપડો બિલાડીનો શિકાર કરવા નીકળ્યો હતો, બિલાડીની પીછો કરતી વખતે તે અચાનક જ કુવામાં પડી ગયો હતો. બિલાડી અને દીપડો કુવામાં એકબીજાની આમને-સામને આવી ગયા હતા. અહીં બિલાડી દીપડાથી ડરતી નહોતી પણ નિડરતા સાથે લડતી જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે બિલાડી કેવી રીતે દીપડાનો સામનો કરી રહી છે. એટલું જ નહીં, બિલાડી તેના પાછલા પગ પર ઉભી થઇ જાય છે અને દીપડો સામે પડતી જોવા મળે છે. જોકે બાદમાં બંનેને વન વિભાગની મદદથી સુરક્ષિત બહાર કાઠવામાં આવ્યા હતા, પરંતુ લોકોએ આ દ્રશ્યનો ખૂબ આનંદ માણ્યો હતો.