Patan News: પાટણ(Patan)માં ગેરકાયદે ડીઝલ(Diesel)ના વેપલાનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. મેલુસણ ગામ (Melusan Village) નજીક આવેલા પાર્લરમાંથી 105 લીટર ડીઝલ જપ્ત કરી રૂપિયા 49950નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પાટણ જીલ્લામાં પાટણ – શિહોરી હાઈવે પર આરોપી કિરણ દેસાઈ નજીકના ગામોમાં ડીઝલ વેચાણ કરતો હતો. પોલીસને આરોપી ગેરકાયદેસર ડીઝલનું વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીઝલનો વેપલો ચાલતો હતો ત્યારે SOG ત્રાટકી હતી. મેલુસણ ગામ નજીક આવેલા પાર્લરના પાછળના ભાગમાંથી 105 લીટર ડીઝલ જપ્ત કર્યુ છે.

SOG પોલીસે સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા (Raid) દરમિયાન, મોબાઈલ ફોન, મોટરસાયકલ સહિત રૂપિયા 49,950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે, આરોપી કિરણ દેસાઈ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:પાટણ SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી! નકલી ઘી બાદ નકલી તેલ જપ્ત કર્યુ
આ પણ વાંચો:રાજકોટ રૂરલ SOGએ બે બાંગ્લાદેશીઓને રંગપર ગામેથી ઝડપ્યા
આ પણ વાંચો:પાટણમાં SOGની મોટી કાર્યવાહી: ગેરકાયદેસર ગેસ રીફિલિંગનો પર્દાફાશ
