Crime/ તસ્કરોએ લીધી ઘરની મુલાકાત, ત્યારે ભર ઊંઘમાં હતા પતિ-પત્ની, વાંચો આગળ શું થયું

ચોર ચોરી કરવા જાય અને કોઈ સુરાગ ન છોડે તે ક્યારે આવું બની શકતું નથી. કેટલો પણ માસ્ટર માઇન્ડ ચોર કેમ ન હોય જ્યારે તે કોઈ જગ્યાએ ચોરી કરવા માટે જાય છે ત્યારે ચોક્કસ એકાદ ભૂલતો કરતો જ હોય છે અને તે ભૂલ ઘણી વાર પોલીસ દ્વારા કે પછી લોકો દ્વારા તેને શોધી કાઢવામાં આવતી […]

Ahmedabad Gujarat
ચોર ચોરી કરવા જાય અને કોઈ સુરાગ ન છોડે તે ક્યારે આવું બની શકતું નથી. કેટલો પણ માસ્ટર માઇન્ડ ચોર કેમ ન હોય જ્યારે તે કોઈ જગ્યાએ ચોરી કરવા માટે જાય છે ત્યારે ચોક્કસ એકાદ ભૂલતો કરતો જ હોય છે અને તે ભૂલ ઘણી વાર પોલીસ દ્વારા કે પછી લોકો દ્વારા તેને શોધી કાઢવામાં આવતી હોય છે અને આવી ભૂલો ઉપરથી ચોર પકડાઈ પણ જતો હોય છે.
ગઈ કાલે પણ ત્રણ તસ્કરોએ ચોરી કરતી વખતે એક મોટી ભૂલ કરી હતી જેના કારણે તેમને રંગેહાથે લોકોએ ચોરી કરતા ઝડપી લીધા હતા. જોકે, પોલીસની ગાડી ઘટનાસ્થળે આવે તે પહેલા જ ત્રણેય ચોરો ત્યાંથી ભાગી જવામાં સફળ થયા હતા.
વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડા વિસ્તારની તો ચિરાગ પાર્ક નામની જગ્યાએ જાબુલ હક્ક પઠાણ નામની વ્યક્તિનું ઘર આવેલું છે. આ ઘરમાં ફરિયાદી તેમજ તેમની પત્ની ગઈ કાલે મોડી રાત્રે સૂઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ ઘરની અંદર ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે ઘૂસી જ રહ્યા હતા ત્યારે ફરિયાદના પત્નીની અચાનક આંખ ખુલી જતા તેમણે ત્રણેય ચોરોને ઘરમાં ઘુસતા જોઈ જતા તેમણે બૂમાબૂમ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી. પત્નીની ચીસો સાંભળી ને પતિની પણ ઊંઘ ઉડી ગઈ હતી. બંને દંપતીએ ચોરીની સામે પ્રતિકાર કરવા માટે પોતાના સ્વબચાવ ની કોશિશ કરી હતી. અને આસપાસના લોકો એકત્ર થતાં ત્રણેય ચોરોએ ઘરની અંદરથી ૧૬ મતાની જુદી જુદી ચીજોની ઉઠાંતરી કરીને ઘરમાંથી નાસી છૂટયા હતા.
ઘરમાં પ્રવેશેલા ત્રણ વ્યક્તિ માંથી એક વ્યકિત ને ફરિયાદીએ ઓળખી કાઢ્યું હતું. ફહીમ શેખ તેમજ તેના બે સાગરીતોએ ચોરી કરતા ફરિયાદીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ૧૬ હજાર મતાની ચોરીની ફરિયાદ નોંધાવી છે.