Not Set/ કારેલીબાગની પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત, મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં કરાયો બંધ

વડોદરા વડોદરાના કારેલીબાગમાં રહેતી એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. આ યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપો થયા હતા કે પરિણીતાના પતિ સહીત સાસરીયાઓએ દહેજની માંગણી પૂરી ન થતા તેને મોતને ઘાટ ઉતારી હતી. પુત્રીના સાસરીયેથી વારંવાર દહેજની માંગણીઓ અને ઘરકંકાસ થઇ રહ્યો હોવાના સમાચાર મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. એવામાં પુત્રીના મોતની ખબર પડતા જ […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરાના કારેલીબાગમાં રહેતી એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું. આ યુવતીના પરિવારજનો દ્વારા આક્ષેપો થયા હતા કે પરિણીતાના પતિ સહીત સાસરીયાઓએ દહેજની માંગણી પૂરી ન થતા તેને મોતને ઘાટ ઉતારી હતી.

પુત્રીના સાસરીયેથી વારંવાર દહેજની માંગણીઓ અને ઘરકંકાસ થઇ રહ્યો હોવાના સમાચાર મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. એવામાં પુત્રીના મોતની ખબર પડતા જ યુવતીના પરિવારને આંચકો લાગ્યો હતો.

સાસરિયાઓએ તેના ઘરે ફોન કરી મૃત્યુના સમાચાર આપવા સાથે મૃતદેહ એસ એસ જી હોસ્પીટલના કોલ્ડ સ્ટોરેજમાં પડ્યો હોવાનું જણાવ્યું હતું. પરંતુ કયા કારણોસર થયું તેમજ પોલીસને જાણ કર્યા વગર કોલ્ડ સ્ટોરેજમાં કેવીરીતે મૃતદેહ પહોચી ગયો તે તેમણે જણાવ્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે પરિણીતાના પતિએ આ મામલે પોલીસને સરન્ડર કરી દીધું છે. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરી રહી છે.