કોરોનાની મહામારીના કારણે કેન્દ્ર સરકારે આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની તારીખ લંબાવાનો નિર્ણય લીધો છે. પહેલા આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી પરતું હવે તેને વધારીને 30 જૂન કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જે લોકોએ પોતાનું પાનકાર્ડ આધાર સાથે લિંક નથી કર્યુ તેમને રાહત મળી છે. 31 માર્ચ લિંક કરવાની છેલ્લી તારીખ હતી હવે તેને વધારીને 30 જૂન 2021 કરવામાં આવી છે.
પાનકાર્ડ અને અધાર લિંક ના કર્યુ હોય તો 1000 હજાર સુધી દંડ થઇ શકે છે. આ દંડ આવકવેરાના કાયદા 1961માં ઉમેરવામાં આવેલી નવી કલમ 234 એચ અતર્ગત આપવામાં આવી છે. આ ઉપરાંત 139એએ હેઠળ આવકવેરા રીર્ટન અને પાનકાર્ડ માટેની અરજીમાં આધારનો નંબરનો ઉલ્લેખ કરવો પણ અનિવાર્ય છે. જો કોઇપણ વ્યક્તિ આવું નહિં કરે તો તેનું પાનકાર્ડ નિષ્ક્રીય થઇ જશે. પહેલા આધાર અને પાનકાર્ડ લિંક માટે કોઇ દંડની જેગવાઇ ન હતી પરતું નિષ્ક્રીય પાનકાર્ડ માટે પહેલાથી જ દંડ છે. જેનીથી કોઇપણ નાણાંકીય વ્યવહાર પણ કરી શકાતો નથી.
પાન-આધારનું સ્ટેટસ ચેક કરો
www.incometaxindiaefiling.gov.in પર જાઓ
ડાબી બાજુ કવિક લિંકસમાં લિંક આધાર પર કલિક કરો
નવું પેજ ખુલ્લશે, તેની ટોચ પર પાન-આધારની સ્થિતિ જાણવા માટે કલિક હિયર પર કલિક કરો. આ એક હાઇપરલિંક છે.
હાઇપર લિંક પર કલિક કરશો તો બીજુ પેજ ઓપન થશે
હવે તમે પાન અને આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વ્યુ લિંક આધાર સ્થિતિ પર કલિક કરો આ પછી લિંક કરવાની સ્થિતિ તમારી સામે જોવાશે.
તમારુ પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક છે કે નહીં તેની સ્થિતિ જાણવી હોય તો આ પ્રક્રિયાને અનુસરો
