Kolkata Taratala Under Construction Warehouse Collapse: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો નજીક બુધવારે બપોરે 1:30 વાગ્યે એક નિર્માણાધીન ગોદામનો સમગ્ર શેડ અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો હતો. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ 50 થી 55 જેટલા મજૂરો અને કર્મચારીઓ કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
Kolkata માં ચીસાચીસ વચ્ચે આર્મી અને શરૂ કર્યું રેસ્ક્યૂ
સ્થાનિક લોકોના(Kolkata) જણાવ્યા અનુસાર, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ગોદામમાં કોંક્રિટના સ્લેબ ભરવાનું (ઢળાઈનું) કામ ચાલી રહ્યું હતું. કાટમાળ નીચે દબાયેલા લોકોની ચીસાચીસ હજુ પણ સંભળાઈ રહી છે, જેને કારણે રેસ્ક્યૂ ઓપરેશન વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે. હાલમાં કોલકાતા પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ (DMG), સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને ભારતીય સેનાના (Indian Army) જવાનો બચાવ કાર્યમાં લાગી ગયા છે. ભારે લોખંડના સળિયા અને કાટમાળ હટાવવા માટે મોટી ક્રેન તેમજ ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારે તાત્કાલિક મદદ માટે 1070, 8697981070 and 033-22143526 હેલ્પલાઇન નંબરો જાહેર કર્યા છે.
નિયમોની અવગણના અને દેશના અગાઉના મોટા અકસ્માતો
દેશમાં આવા કન્સ્ટ્રક્શન અકસ્માતો પાછળ મોટેભાગે નબળું મટીરિયલ અને એન્જિનિયરિંગ ખામી જવાબદાર હોય છે. કોલકાતામાં જ માર્ચ 2024 માં ગાર્ડન રીચ વિસ્તારમાં 5 માળની બિલ્ડિંગ પડવાથી 12 લોકો અને વર્ષ 2016 માં વિવેકાનંદ ફ્લાયઓવર તૂટી પડવાથી 27 લોકોના મોત થયા હતા, જે બંગાળની સૌથી મોટી દુર્ઘટના હતી. આ સિવાય જુલાઈ 2023 માં થાણેમાં 7 મજૂરોના મોત અને 2022 માં અમદાવાદમાં પણ આવી જ ઘટનાઓ બની ચૂકી છે.
આ પણ વાંચો:કોલકાતામાં હોટલમાં આગ લાગવાથી 14 લોકોના મોત, એક વ્યક્તિએ જીવ બચાવવા પડ્યો,પછી…
આ પણ વાંચો:કોલકાતામાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, 2ના મોત, રાહત કાર્ય ચાલી રહ્યું છે
આ પણ વાંચો:સરકારી બિલ્ડિંગમાં ભીષણ આગ, ચૂંટણીમાં વપરાયેલા 4,000 EVM બળીને ખાક
