Mumbai News : મુબઈમાં બનેલા એક ચોંકાવનારા બનાવમાં ફાર્મા કંપનીના બોસે બંદૂકની અણીએ એક મહિલા ઉદ્યોગપતિના કપડા ઉતાર્યા હોવાનો આરોપ છે.મહિલા સાથે દુર્વ્યવહાર કરી તેનો નગ્ન વીડિયો અને ફોટા પણ રેકોર્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહી આ અંગે કોઈને જાણ કરશે તો વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી. આ સંદર્ભે મહિલાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ આપી છે.
મહિલા ઉદ્યોગપતિ સાથે દુર્વ્યવહાર: કપડા ઉતાર્યા હોવાનો આરોપ
જેમાં તેણે ફ્રાન્કો-ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સ્થાપક સભ્ય જોય જોન પાસ્કલ પોસ્ટનું નામ આપ્યું છે. 51 વર્ષીય મહિલાએ કરેલી ફરિયાદ મુજબ તેણીને જોય જોન પાસ્તલ પોસ્ટે મીટિંગને બહાને ફ્રાન્કો-ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ્સ (FIPPL) ઓફિસમાં બોલાવી હતી. ઓફિસમાં બોલાવ્યા બાદ તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. બાદમાં બંદૂકની ધાક બતાવીને તેના કપડા ઉતારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ અંગે મહિલાએ પાંચ અન્ય પુરૂષો સામે હૂમલો, જાતિય સતામણી અને ગુનાહુત ધાકધમકી આપી હોવાનો આરોપ લગાવીને ગુનો નોંધાવ્યો હતો.પોલીસે આ સંદર્ભે પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે સાથે સાથે આરોપીની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
કોલકાતાથી 29 નવેમ્બરના રોજ, એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો હત. જેમાં કારમાં ખેંચીને એક મહિલાને લઈ જવામાં આવી, બાદમાં મહિલાને દારૂ પીવા માટે દબાણ કરવામાં આવ્યું. ઉપરાંત કેટલાક પુરુષો દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ મહિલા રાત્રે અંદાજે 9 વાગ્યે
એક એપ દ્વારા બુક કરાયેલી કેબની રાહ જોઈ રહી હતી. જેમાં એક કાર આવી હતી. જોકે તેમાં ત્રણ પુરુષો હતા, જેમાં એક પુરુષ એ પણ હતો જેની સાથે તે ત્રણ મહિનાથી વાત કરી રહી હતી.
બાદમાં મહિલાને કારમાં ખેંચી લેવામાં આવી. તેણીને દારૂ પીવા માટે દબાણ કરવામાં આવ્યું, જેમાં કથિત રીતે ડ્રગ્સ ભેળવવામાં આવ્યું, અને પછી તેના પર હુમલો કરાયો હતો. બાદમાં આરોપીઓ મહિલાને કારમાંથી
મેદાન વિસ્તારમાં છોડીને રવાના થઈ ગયા હતા. બાદમાં મહિલાને બચાવી લેવામાં આવી હતી અને SSKM હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો: GTUએ પ્રોફેસર સામેના જાતિય સતામણીના આરોપમાં કોઈ કાર્યવાહી કરી નથી
આ પણ વાંચો: આદિજાતિ DYSP સામે મહિલા PSIએ જાતિય સતામણીની દાખલ કરી ફરિયાદ
આ પણ વાંચો: 3 શિક્ષકોએ મળીને શૌચાલયમાં વિદ્યાર્થિનીની જાતિય સતામણી કરી, ત્રણેયની ધરપકડ
