આપઘાત/ વડોદરા બાદ રાજકોટમાં પિતા-પુત્રએ ટૂંકાવ્યું જીવન, જાણો શું છે કારણ

રાજકોટમાં પિતા-પુત્રએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ST ડેપો નજીક ખોડિયાર ચેમ્બરમાં બંને પિતા-પુત્રએ ઓફિસમાં જ જીવન ટૂંકાવી દીધું…

Top Stories Gujarat Rajkot
રાજકોટમાં પિતા-પુત્રએ

રાજકોટમાં પિતા-પુત્રએ સામૂહિક આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ST ડેપો નજીક ખોડિયાર ચેમ્બરમાં બંને પિતા-પુત્રએ ઓફિસમાં જ જીવન ટૂંકાવી દીધું હોવાનું હાલ સામે આવ્યું છે. પિતા-પુત્ર આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં રૂ.3 લાખના દેણાથી કંટાળી પિતા-પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ આદરી હતી. જો કે રાજકોટમાં પિતા-પુત્રએ કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ હજુ અકબંધ છે.

આ પણ વાંચો :ભુજના ધાણેટી પાસે ટ્રક અને ડમ્પર અથડાતા લાગી આગ, બે ડ્રાઈવર જીવતા ભૂંજાયા

આ મામલે મળતી માહિતી અનુસાર, રાજકોટના ST ડેપો નજીક આવેલી ખોડિયાર ચેમ્બર્સ આવેલ છે. આ ચેમ્બર્સની એક ઓફિસમાંથી આજે બે મૃતદેહો મળી આવ્યા હતા. જેમાં પિતા અને પુત્રએ એકસાથે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સહકારનગર મેઇન રોડ પર રહેતા પ્રતાપ ભિમાણી અને તેના પુત્ર વિજય ભિમાણીએ આત્મહત્યા કરી છે.

પિતા-પુત્રને આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં રૂ.3 લાખના દેણાથી કંટાળી પિતા-પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે. સહકારનગર મેઇન રોડ પર રહેતા કડવા પટેલ પરિવારના પિતા-પુત્રએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનાથી સનસનાટી મચી ગઇ છે. આ ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ રજપુતપરા ખાતે આવેલ ખોડીયાર ચેમ્બરે પહોંચી હતી.

આ પણ વાંચો :વડનગરમાં 12મી અને 13મી નવેમ્બરના રોજ યોજાશે તાના-રીરી મહોત્સવ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં પિતાપુત્રએ ટ્રેન નીચે પડતુ મૂકીને આપઘાત કર્યો હતો. આ બનાવથી ચકચાર મચી ગઈ હતી.

આ પણ વાંચો :એમ.એસ.યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે કમિટીએ શરૂ કરી તપાસ

આ પણ વાંચો :ડોકટરે જ દ્વેષ રાખી U N મહેતા હોસ્પિટલનું ફેક પેજ બનાવ્યું, પછી….

આ પણ વાંચો :બોડીયા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા સ્થાનિકોમાં રોષ ભરાયો