રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે એક પછી એક અકસ્માતની ઘટનામાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. કોઈની બેદરકારીના કારણે કેટલાક માસૂમ લોકોએ જીવ ગુમાવો પડી રહ્યો છે. ત્યારે આવામાં ભુજથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતાં બે લોકો જીવતા ભૂંજાયા હતા. અકસ્માતના પગલે હાઈવે પર કલાકો સુધી ટ્રાફિકજામ રહ્યો હતો.
આ પણ વાંચો :સાબરમતી સેન્ટ્રલ જેલમાં લેડી ડોનના લેસ્બિયન સબંધથી અન્ય મહિલાઓ હેરાન
આ મામલે મળતી માહિતી અનુસાર, ભુજ -ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે આવેલા પુલ પર ગઈ કાલે રાત્રીના 11 વાગ્યાની આસપાસ પુર ઝડપે આવતા જીજે-36-ટી-4161 નંબરના ડમ્પર ચાલક રામ દયારામ શિવાચંદ યાદવ ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા જીજે-14-ડબ્લ્યુ-1692 ટ્રકમાં ધડાકાભેર અથડાયા હતા. અથડામણ એટલી ગંભીર હતી કે અકસ્માતના અમુક જ ક્ષણમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી.
બંને વાહનોમાં આગ લાગતા ડમ્પરનો ચાલક રામ દયારામ યાદવ અને ટ્રક ડ્રાઈવર રાજેશભાઇ ઉમ્બા ચાવડા આગમાં જીવતા ભૂંજાયા ગયા હતા. હાઈ-વે પર થયેલા ગોઝારા અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.
આ પણ વાંચો :લીંબડીના શિયાણી-ઉમેદપર ગામે ખનીજ વિભાગે સીઝ કરેલા જથ્થામાંથી રેતી ચોરી કરાઈ
ઘટનાની જાણ થતાં ધાણેટીના સરપંચ વાઘજીભાઈ માતા અને ગામના યુવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા,અને ટ્રાફિક હળવો કરવામાં મદદગાર બન્યા હતા. બીકેટી કંપનીના ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ કરાયા હતા. અકસ્માતના પગલે પીએસઆઈ બી.એસ. સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
આ પણ વાંચો :બોડીયા ગામના તળાવમાં કેમિકલ વેસ્ટ ઠલવાતા સ્થાનિકોમાં રોષ ભરાયો
આ પણ વાંચો :લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો સેવાસેતુ કાર્યક્રમ
આ પણ વાંચો :ધ્રાંગધ્રાના તાલુકા વિકાસ અધિકારીએ સ્ટાફ કર્મચારીઓની સરપ્રાઇઝ મીટીંગ ગોઠવીને મીઠાઇ વહેંચી
