વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દિવસના વિદેશ પ્રવાસે છે. આ મુલાકાતના પ્રથમ ચરણમાં તેઓ ઈટાલીની રાજધાની રોમ પહોંચ્યા છે, જ્યાં તેઓ G-20 સમિટમાં ભાગ લેશે. અહીં તેઓ વૈશ્વિક અર્થતંત્ર અને આરોગ્ય ક્ષેત્રને પાટા પર લાવવા, ટકાઉ વિકાસ અને કોરોના વાયરસ રોગચાળાથી પ્રભાવિત હવામાન પરિવર્તન સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
ત્યારબાદ નરેન્દ્ર મોદી ૫ નવેમ્બરે ઉત્તરાખંડના કેદારનાથ જશે. પ્રધાનમંત્રી કેદારનાથ મંદિરમાં પૂજા કરશે અને ત્યારબાદ તેઓ આદિ શંકરાચાર્ય સમાધિનું ઉધ્ઘાટન કરશે તેમજ આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ કરશે. ૨૦૧૩ના પૂરમાં વિનાશ પછી સમાધિનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. સંપૂર્ણ પુનર્નિર્માણ કાર્ય પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે, જેમણે પરિયોજનાની પ્રગતિની સતત સમીક્ષા અને દેખરેખ કરી છે. પ્રધાનમંત્રી સરસ્વતી આસ્થાપથ પર ચાલી રહેલા અને પૂર્ણ થયેલા કાર્યેાની સમીક્ષા અને નિરીક્ષણ કરશે.
આ પણ વાંચો ;રોડ અકસ્માત / ભુજના ધાણેટી પાસે ટ્રક અને ડમ્પર અથડાતા લાગી આગ, બે ડ્રાઈવર જીવતા ભૂંજાયા
આ ઉપરાંત પ્રધાનમંત્રી એક જનસભા પણ સંબોધિત કરશે. તેઓ મુખ્ય બુનિયાદી માળખાકીય પરિયોજનાઓનું ઉધ્ઘાટન કરશે, જેમાં સરસ્વતી રિટેનિંગ વોલ આસ્થાપથ અને ઘાટ, મંદિકિની રિટેનિંગ વોલ આસ્થાપથ, તીર્થ પુરોહિત હાઉસ અને મંદાકિની નદી પર ગડ ચટ્ટી પુલ સામેલ છે. પરિયોજનાઓને ૧૩૦ કરોડ પિયાથી વધુના ખર્ચે પૂરી કરવામાં આવી છે.
તે સંગમ ઘાટના પુર્નવિકાસ, પ્રાથમિક ચિકિત્સા અને પ્રવાસન સુવિધા કેન્દ્ર, વહીવટી કાર્યાલય અને હોસ્પિટલ, બે ગેસ્ટહાઉસ, પોલીસ સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, મંદાકિની આસ્થાપથ કયૂ મેનેજમેન્ટ, રેઈન શેલ્ટર તથા સરસ્વતી નાગરિક સુવિધા ભવન સહિત ૧૮૦ કરોડ પિયાથી વધુની અનેક પરિયોજનાઓની આધારશિલા પણ રાખશે.
આ પણ વાંચો ;કચ્છ / રણમાં પ્રવાસનની પ્રથમ શરૂઆત આઝાદી પહેલા બજાણા સ્ટેટ (રાજા) કમાલખાને કરી હતી
