દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની કર્મભૂમિ ઉત્તર પ્રદેશ રહી છે, પરંતુ ઉત્તર પ્રદેશની મહત્તમ પરિક્રમા કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ કરી છે. છેલ્લા બે વર્ષમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તરાઈથી બુંદેલખંડ સુધીના સમગ્ર વિસ્તારમાં પરિક્રમા કરી છે.
કોંગ્રેસના નેતાઓના મતે પ્રમાણે, પ્રિયંકા ગાંધીની “યુપી પરિક્રમા” એ પાર્ટીને માત્ર ઓક્સિજન જ નથી આપ્યો પરંતુ આગામી વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ તેને વિશાળ રાજકીય લાભ કોંગ્રેસને મળવાનો છે.
14 જુલાઈ 2019 ના રોજ, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સાથે પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં તેમના ઝડપી પ્રવાસો શરૂ કર્યા હતા. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પીએલ પુનિયા કહે છે કે, પ્રિયંકા ગાંધીએ છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં જન આંદોલનમાં ભાગ લઈને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીએ સોનભદ્રથી શરૂઆત કરી હતી અને હવે હાથરસ, ઉન્નાવ, આગ્રા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, લખીમપુર અને બનારસ થઈને લલિતપુર પહોંચી છે.
પુનિયાના જણાવ્યા અનુસાર, પ્રિયંકા ગાંધીએ દરેક જગ્યાઓ કે જ્યાં આંદોલન કરવામાં આવ્યા હતા અને એવા પરિવારજનો સાથે મુલાકાત કરી હતી કે જે સરકારના દમન ચક્રમાં ફસાયા હતા અને સંપૂર્ણપણે બરબાદ થઇ ચૂક્યા હતા. પ્રિયંકા ગાંધીએ એક નવી જવાબદારી મળતાની સાથે જ તેમણે સંગઠનમાં સુધારા કરવાનું શરુ કરી દઈ વ્યવસ્થિત બનાવવાનું શરુ કરી દીધું છે. ઉત્તરપ્રદેશના દરેક જિલ્લાથી લઈને તાલુકાના શહેર, ગામ અને ન્યાય પંચાયતમાં સુધી પોતાનું સંગઠન ઉભું કરવાનું શરુ કરી દીધું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના ખજાનચી સતીશ અજમાની કહે છે કે, પ્રિયંકા ગાંધીએ જનઆંદોલન દ્વારા ઉત્તર પ્રદેશ સાથે જે ટૂંકા સમયમાં સંપર્ક સ્થાપિત કર્યો છે. તે એક ઉદાહરણ અને રેકોર્ડ પણ છે. આઝમાનીના કહેવા પ્રમાણે, આટલા ઓછા સમયમાં આખા ઉત્તર પ્રદેશમાં આટલા ઓછા સમયમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ એટલા પ્રવાસો કર્યા નથી. તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે, હકીકતમાં પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના પ્રભારી પણ છે. આ કારણે તેમણે પોતાનો આખો સમય ઉત્તર પ્રદેશ માટે ફાળવ્યો હતો. જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા, તેથી તેઓ સમગ્ર દેશમાં અવારનવાર મુલાકાત લેતા હતા. જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની સાથે સાથે દેશના અન્ય રાજ્યોમાં પણ સતત સક્રિય છે.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી કહે છે કે, જે રીતે પ્રિયંકા ગાંધીએ પૂર્વાંચલમાં સોનભદ્રથી શરૂઆત કરી હતી, પછી પશ્ચિમમાં પહોંચીને ગાઝિયાબાદમાં વાલ્મીકી સમાજની એક છોકરીની હત્યાના આંદોલનમાં ભાગ લીધો હતો ત્યારબાદ તેઓ ઉન્નાવ કેસમાં ન્યાય માટે લડ્યા. હાથરસનો મામલો હોય કે આગરામાં દલિતની હત્યાનો મામલો હોય. લખીમપુરમાં ખેડૂતોની હત્યાનો મામલો હોય કે મુઝફ્ફરનગરમાં ખેડૂતોના આંદોલનનો સંઘર્ષ હોય કે પછી બનારસમાં ખેડૂતોના ન્યાય માટે સૌથી મોટી રેલી હોય. પ્રિયંકા ગાંધી સતત સક્રિયતા સાથે ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પોતાના પગ જમાવી રહ્યા છે.
કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ પીએલ પુનિયાનું કહેવું છે કે, પ્રિયંકા ગાંધીની તાકાતથી ફરીથી એકવાર કોંગ્રેસ જીવંત થઈ છે. પુનિયા કહે છે કે, તમને માત્ર હવે પરિણામ જ ચિત્ર સ્પષ્ટ કરશે.
