Ahmedabad News : અમદાવાદમાં વર્ષ 2025ને વિદાય આપી વર્ષ 2026નું ધમાકેદાર સ્વાગત welcomes 2026 કરવા શહેરભરમાં ઉત્સાહ છવાયો હતો.. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે CG રોડ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ડીજેના તાલે યુવાધન બોલિવૂડ અને ડિસ્કો ગીતો પર ઝૂમી ઉઠ્યું હતું. રાત્રે 12 વાગતા જ ભારે આતંશબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લોકો એકબીજાને નવા વર્ષના અભિનંદન આપતા નજરે પડ્યા હતા.
welcomes 2026
welcomes 2026 નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને શહેરના ક્લબો અને પાર્ટી પ્લોટોમાં ખાસ ડીજે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 1,000થી વધુ લોકો ક્લબોમાં 31stની પાર્ટી માણવા પહોંચ્યા હતા અને નૃત્ય સાથે 2026નું સ્વાગત welcomes 2026 કર્યું હતું.
શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એસ.જી. હાઈવે ઝોન-1ના ડીસીપી, ટ્રાફિક ડીસીપી સહિતનો મોટો પોલીસ કાફલો મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. નશો કરીને વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી માટે બ્રેથ એનાલાઈઝર અને ડ્રગ્સ ડિટેક્શન કિટ સાથે ચેકિંગ હાથ ધરાયું હતું.
યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ‘શી ટીમ’ની મહિલા પોલીસ ઓફડ્રેસમાં પાર્ટી સ્થળોએ તૈનાત કરવામાં આવી હતી.
ટ્રાફિક વ્યવસ્થાને લઈ CG રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી સાંજે 6 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. તેમજ સિંધુ ભવન રોડ પર ઝાંઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધી બંને તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો.
નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં ઉત્સાહ, સુરક્ષા અને વ્યવસ્થાનો સંયમિત માહોલ જોવા મળ્યો હતો
