Not Set/ અમદાવાદ અગ્નિકાંડ મામલે વધુ 6 લોકોનાં નામ ખૂલે તેવી પ્રબળ શક્યતા

એક સાથે આઠ – આઠ લોકો અને તે પણ દર્દી અને તે પણ કોરોનાનાં દર્દીના જીવ ગયા તે અમદાવાદ શ્રેય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલો આજે અંતે પોલીસે FIR નોંધી ગુનો દાખલ કરી હોસ્પિટલના મુખ્ય સંચાલક ભરત મહંતની અટકાયત કરી લીધી છે.  ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પાછલા દિવસોમાં FIR નોંધવામાં આવી નહોતી અને FSL રિપોર્ટ આવ્યા પછી જ […]

Ahmedabad Gujarat

એક સાથે આઠ – આઠ લોકો અને તે પણ દર્દી અને તે પણ કોરોનાનાં દર્દીના જીવ ગયા તે અમદાવાદ શ્રેય કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડ મામલો આજે અંતે પોલીસે FIR નોંધી ગુનો દાખલ કરી હોસ્પિટલના મુખ્ય સંચાલક ભરત મહંતની અટકાયત કરી લીધી છે. 

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા પાછલા દિવસોમાં FIR નોંધવામાં આવી નહોતી અને FSL રિપોર્ટ આવ્યા પછી જ ગુનો દાખલ કરવામાં આવશે તેવુ જણાવવામાં આવ્યું હતું, તો FSL રિપોર્ટ આવતા પોલીસે ફરીયાદ દાખલ કરી હતી અને આગળનાં પગલા લીધા હતા. 

ગોઝારા અગ્નિકાંડ મામલે વધુ 6 લોકોનાં નામ ખૂલે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે. જી હા, 19 સેકન્ડના CCTV ફુટેજમાં અગ્નિકાંડનો ખેલ ખેલાયો હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસે હોસ્પિટલ સંચાલક અને સ્ટાફની બેદરકારીનો ઉલ્લેખ કર્યો છે. બેદરકારીના કારણે આઠ લોકોના જીવ ગયા હોવાની ફરિયાદ થઇ છે, ત્યારે આ કાંડમાં કોણ કોણ સામે શું પગલા લેવામાં આવે છે તે વાતને લઇને રાજ્યભરના લોકો નજર રાખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews