વડોદરા શહેરમાં ગણેશોત્સવ પર્વ નજીક હોવાના કારણે કેટલાક મોટા ગણેશ મંડળો દ્વારા પહેલાથી જ શ્રીજીની મોટી પ્રતિમાઓ પોતપોતાનાં મંડળોમાં સ્થાપિત કરવામાં આવે છે… ત્યારે શહેરના જાણીતાં મંડળો પૈકીનાં એક એવાં પ્રતાપ મડઘાની પોળના શ્રીજીની વિશાળ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ગુરૂવારે મોડીરાત્રે ગણપતિની પ્રતિમાને લઇ જવામાં આવી રહી હતી… જો કે આ દરમ્યાન અસાજીક તત્વો દ્વારા વાજતે ગાજતે ડીજેના તાલ પર જઈ રહેલી શ્રીજીની સવારીને નિશાન બનાવી તેના પર હુમલો કરવામં આવ્યો… શહેરના અતિસંવેદનશીલ ગણાતાં એવાં પાણીગેટથી માંડવી સુધીનાં વિસ્તારમાંથી વિશાળ જનમેદની વચ્ચે પસાર થઇ રહી હતી ત્યારે શ્રીજીની સવારી પર અસાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો… મહત્વનુ છે કે શ્રીજીની સવારીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા જેથી પથ્થરમારાથી લોકોમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.. ત્યાર બાદ એકાએક બન્ને કોમના ટોળાં સામસામે આવી ગયા હતાં અને એકબીજા પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો… ત્યાર બાદ અસાજીક તત્વો દ્વારા વાહનોને પણ નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી.. આ ઉપરાંત માંડવી વિસ્તારની કેટલીક દુકાનોને પણ આગ લગાવવામાં આવી હતી… જોકે આ ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘનાન સ્થળે દોડી આવ્યો હતો.. જોકે પરિસ્થિતિ બેકાબુ હોવાના કારણે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ દ્વારા 25થી વધુ ટીયરગેસનાં સેલ છોડવામાં આવ્યા… ત્યાર બાદ પોલીસે આ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી.. જોકે આ ઘટનાને પગલે કેટલાક પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ સહિત 5 થી 6 લોકોને ઇજાઓ પહોંચી હતી… ત્યાર બાદ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…
Not Set/
વડોદરા શહેરમાં શ્રીજીની સવારીને નિશાન બનાવી તેના પર હુમલો કરવામા આવ્યો
વડોદરા શહેરમાં ગણેશોત્સવ પર્વ નજીક હોવાના કારણે કેટલાક મોટા ગણેશ મંડળો દ્વારા પહેલાથી જ શ્રીજીની મોટી પ્રતિમાઓ પોતપોતાનાં મંડળોમાં સ્થાપિત કરવામાં આવે છે… ત્યારે શહેરના જાણીતાં મંડળો પૈકીનાં એક એવાં પ્રતાપ મડઘાની પોળના શ્રીજીની વિશાળ પ્રતિમાને સ્થાપિત કરવા માટે ગુરૂવારે મોડીરાત્રે ગણપતિની પ્રતિમાને લઇ જવામાં આવી રહી હતી… જો કે આ દરમ્યાન અસાજીક તત્વો દ્વારા […]
