Rajkot News/ “હું પોલીસ છું, મારું કોઈ કંઈ નહીં બગાડે” વર્દીના જોરે પોલીસકર્મીએ પરિણીતાપર દોઢ વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

Rajkotના પોલીસકર્મી ઇમરાન રાઉમાએ પાડોશમાં રહેતી પરિણીતા પર દોઢ વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું અને તેની માસૂમ દીકરીને ધમકાવી. વાંચો પીડિતાની હૃદયદ્રાવક વ્યથા.

Top Stories Gujarat Rajkot
Rajkot Policeman Rape Case

Rajkot Policeman Rape Case: ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં કાયદાના રક્ષક ગણાતા એક પોલીસકર્મીએ માનવતાની તમામ હદો વટાવી દીધી છે. પાડોશમાં રહેતી એક પરિણીતાને ડરાવી-ધમકાવી તેની પર છેલ્લા દોઢ વર્ષથી દુષ્કર્મ આચરનાર આરોપી પોલીસકર્મી ઇમરાન હબીબભાઈ રાઉમા સામે ગુનો નોંધાયો છે. પીડિતાએ રડતી આંખે પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને કોઈ પણ પથ્થર દિલના માણસનું કાળજું કંપી ઉઠે.

Rajkot : એક રાત્રે ઘરમાં ઘૂસી આચરી હેવાનિયત

પીડિતાના જણાવ્યા મુજબ, આરોપી ઇમરાન તેમનો વર્ષો જૂનો પાડોશી હતો. તેણે ચાલાકીથી જાણી લીધું હતું કે પીડિતાના ઘરે તેના પિતા અને માસૂમ દીકરી સિવાય કોઈ નથી. એક રાત્રે જ્યારે પીડિતા ઘરે પહોંચી ત્યારે ઇમરાન પાછળથી ઘરમાં ઘૂસી ગયો અને મોઢું દબાવી તેને રૂમમાં ખેંચી ગયો. પીડિતાએ બચાવવા પ્રયત્ન કર્યો પણ નરાધમે તેના મોઢામાં ટી-શર્ટનો ડૂચો મારી બળાત્કાર ગુજાર્યો અને વાંધાજનક વીડિયો બનાવી લીધા.

‘હું પોલીસ છું, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે’

આરોપી ઇમરાન સતત પોતાની વર્દીનો રોફ જમાવતો હતો. તે પીડિતાને ધમકાવતો હતો કે, “હું પોલીસમાં છું એટલે મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં.” એટલું જ નહીં, તે પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર છરી મારવાની અને તેની દીકરીને વેચી નાખવાની ધમકીઓ આપી નરકાગાર જેવી સ્થિતિમાં રાખતો હતો.

માસૂમ દીકરી સામે પણ શરમજનક વર્તન

આ ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આરોપી પીડિતાની નાની દીકરી સામે પણ કપડાં કાઢીને અશોભનીય હરકતો કરતો હતો. આ ડરના માર્યા બાળકી પોતાની માતા પાસે આવતા પણ ડરે છે અને તેના દાદાને પૂછે છે, “મમ્મી જીવે છે ને? ઓલા માણસોએ મારી તો નથી નાખી ને?”

મોબાઈલ હેક કરી બદનામ કરવાની કોશિશ

આરોપીએ પીડિતાનો મોબાઈલ પણ હેક કરી લીધો હતો અને તેના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને ગંદા મેસેજ મોકલી પીડિતાને ચરિત્રહીન સાબિત કરવાના પ્રયત્નો કર્યા હતા. આરોપીની પત્ની અને તેનો ભાઈ પણ પીડિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા.

સંગઠનો અને પોલીસની મદદથી ન્યાયની આશા

અંતે, જ્યારે પીડિતાની હિંમત ખૂટી ગઈ ત્યારે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) તેની મદદે આવ્યા. રાજકોટ પોલીસ કમિશનરની ઓફિસે રજૂઆત કરવામાં આવી. જ્યારે પીડિતા ફરિયાદ કરવા ગઈ ત્યારે આરોપીનો પરિવાર હથિયારો સાથે પીડિતાના ઘરે હુમલો કરવા પણ પહોંચ્યો હતો, પરંતુ સદનસીબે પરિવાર બચી ગયો હતો.

પીડિતાએ આક્રોશ સાથે માંગ કરી છે કે, ખાખી વર્દીને લાંછન લગાડનારા આ શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી બીજી કોઈ માતા કે દીકરીએ આવી પીડા ન ભોગવવી પડે.


આ પણ વાંચો: રાજકોટમાં પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતી સાથે છેતરપિંડી

આ પણ વાંચો: રાજકોટમાં કાકા દ્વારા ભત્રીજી પર 5 મહિના સુધી દુષ્કર્મ, આરોપીની ધરપકડ

આ પણ વાંચો: રાજકોટનાં ધોરાજીમાં પિતાએ 15 વર્ષની પુત્રી પર ગુજાર્યુ દુષ્કર્મ