બીજાપુર,
આજે ૧૪, અપ્રિલના રોજ આપના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી પર દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શનિવારે છત્તીસગઢના બીજાપુર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરી હતી.
#WATCH PM Modi presented a pair of slippers to a tribal woman under the Charan-Paduka (footwear) Scheme. The scheme aims to provide footwear to Tendu leaves (tendupatta) collectors to facilitate smooth movement in the forest area pic.twitter.com/foExDYehoH
— ANI (@ANI) April 14, 2018
આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કર્યા બાદ પીએમ મોદીએ એક દલિત વૃદ્ધ મહિલાને ચપ્પલ આપી હતી અને એટલું જ નહીં તેઓએ આ દરમિયાન વૃદ્ધ મહિલાને ચપ્પલ પણ પહેરાવ્યા હતા.
Prime Minister Narendra Modi presents a pair of slippers to a tribal woman in #Chhattisgarh's Bijapur. pic.twitter.com/PBq10BwxiA
— ANI (@ANI) April 14, 2018
મહત્વનું છે કે, ચરણ-પાદુકા યોજનાના ભાગરૂપે પીએમ મોદીએ આ મહિલાને ચપ્પલની જોડી આપી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય જંગલ વિસ્તારમાં કામ કરતી મહિલાઓને ચપ્પલ ઉપલબ્ધ કરાવવાનો છે.
આજે ગરીબ માંનો દિકરો પ્રધાનમંત્રી છે એ પણ બાબા સાહેબની જ દેન છે.
આ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું, “વિકાસની દોડમાં પાછળ રહી ગયેલા અને પાછળ છોડી દેવામાં આવેલા કેટલાક સમુદાયોમાં આજે ચેતના જાગી છે, તે ચેતના બાબા સાહેબની દેન છે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “એક ગરીબમાંનો દિકરો, પછાત સમુદાયમાંથી આવનારા આપનો આ ભાઈ આજે દેશનો પ્રધાનમંત્રી છે એ પણ બાબા સાહેબની જ દેન છે”.
આ યોજના અંતર્ગત ગરીબ પરિવારોને મળશે ૫ લાખ રૂપિયાની મફત મેડીકલ સુવિધા
#Chhattisgarh: Prime Minister Narendra Modi launches India's first wellness centre under Ayushmaan Bharat and lays foundation stones of various projects of central & state government in Bijapur pic.twitter.com/QL0pvzpGjr
— ANI (@ANI) April 14, 2018
આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નદ્દા અમે રાજ્યના મુખ્યમંત્રી રમન સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારના લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
પીએમ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આયુષ્યમાન ભારત યોજનાના પહેલાં તબક્કાની શરૂઆત કરાઇ છે, જેમાં પ્રાથમિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલા વિષયોમાં મોટા ફેરફારનો પ્રયાસ કરવામાં આવશે. દેશની દરેક મોટી પંચાયતમાં લગભગ દોઢ લાખ જગ્યાએ અને પ્રાઇમરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસિત કરાશે.
આ માટે બીજાપુર જ કેમ પંસદ કરવામાં આવ્યું ?
છતીસગઢના બીજપુરની પ્રથમ પસંદગી કરવા અંગે પીએમ મોદીએ જણાવ્યું, “હું આજે અહિયાં એટલા માટે આવ્યો છું. જેથી તમને જણાવી શકું છે, જેના નામ સાથે પછાત જિલ્લા હોવાનું લેબલ લાગેલું છે, જેને નવી રીતે, નવા વિચારો સાથે મોટા પાયે કામ થવા જઈ રહ્યું છે. બાળપણમાં સ્કૂલમાં જયારે શિક્ષક અભ્યાસમાં નબળા વિધાથીર્ઓ વિશેષ ધ્યાન આપતા હોય છે તે જ રીતે આ પછાત જિલ્લાઓ પર પણ અલગથી ધ્યાન આપવાની જરૂરત છે”.
