Not Set/ સત્તામાં રહું કે ન રહું પરંતુ ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા સાથે ક્યારેય સમજુતી નહિ કરું: નીતીશ કુમાર

પટના. બિહારમાં આંબેડકર જયંતી નીમીતે બધા દળોએ પોતાના કાર્યક્રમો આયોજિત કર્યા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ જનતા દલ યુનિયન દ્વારા કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં તેમને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર, અપરાધ અને સાંપ્રદાયિકતા સાથે  ક્યારેય સમજુતી નહીં કરે. તેમને કહ્યું હતું કે તેઓ સત્તામાં રહે કે ન રહે પરંતુ મૂળભૂત સિદ્ધાંતો સાથે […]

India

પટના.

બિહારમાં આંબેડકર જયંતી નીમીતે બધા દળોએ પોતાના કાર્યક્રમો આયોજિત કર્યા હતા. મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ જનતા દલ યુનિયન દ્વારા કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં તેમને સાફ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ભ્રષ્ટાચાર, અપરાધ અને સાંપ્રદાયિકતા સાથે  ક્યારેય સમજુતી નહીં કરે.

તેમને કહ્યું હતું કે તેઓ સત્તામાં રહે કે ન રહે પરંતુ મૂળભૂત સિદ્ધાંતો સાથે તેઓ ક્યારેય સમાધાન કરશે નહીં કરે.

નીતિશના તેવારથી સાફ છે કે જે રીતે તેમને લાલુ યાદવના ભ્રષ્ટાચાર સાથે સમજુતી નથી કરી તેમજ હવે જો તેમની સત્તાના કોઈ ભાજપાઈ સહયોગી લોકોએ સાંપ્રદાયિક તણાવને સહયોગ આપ્યો તો તેઓ તેને ક્યારેય સહન નહિ કરે. જેમ કે દલિત સંમેલનમાં તેમના ભાષણનો વધારે સમય પોતાના કાર્યકર્તાઓને આ વાતનો પણ ભરોસો આપવાનો હતો કે આરક્ષણ કોઈ ખતમ નહિ કરી શકે.

આ સંમેલનમાં જનતા દલ યુનિયનના ઘણા નેતાઓ જેમ કે શ્યામ રઝકે કહ્યું હતું કે દલિતોનો હક મારવામાં આવી રહ્યો છે. આ પર મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું હતું કે ધરતી પર કોઈ એવી તાકાત નથી જે આરક્ષણને ખતમ કરી શકે. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી ધરતી છે ત્યાં સુધી આ જોગવાઈને કોઈ પણ ખતમ નહીં કરી શકે.

નીતીશ કુમારે પોતાના કાર્યકાળની ચર્ચા કરતા જણાવ્યું હતું કે જયારે તેઓ સત્તામાં આવ્યા હતા ત્યારે દલિતો માટે માત્ર 40 કરોડનું બજેટ હતું જે તેમની પાર્ટી દ્વારા વધારીને 1000 કરોડથી પણ વધારે કરવામાં આવ્યું છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને વારંવાર કહ્યું હતું કે જેમ જેમ ધરતી વારંવાર સમયાંતરે વાવંટોળ આવે છે, તેમજ રાજકારણમાં પણ તોફાન સમયાંતરે આવતું રહે છે. તે માટે વધારે ચિંતિત થવાની જરૂર નથી.