Not Set/ છારાનગરમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મામલો, આજે મેટ્રોકોર્ટના વકીલો હડતાળ પર

અમદાવાદ અમદાવાદના છારાનગરમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે વકીલો હડતાળ ઉતર્યા છે. ધરપકડના વિરોધમાં મેટ્રોકોર્ટના વકીલોએ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કર્યુ. આ વકીલો કામથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઇની રાત્રીએ પોલીસ ઉપર હુમલો થયો હતો. હુમલા બાદ પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલા આરોપીઓમાં ત્રણ વકીલ […]

Top Stories Ahmedabad Gujarat Trending

અમદાવાદ

અમદાવાદના છારાનગરમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ મામલે વકીલો હડતાળ ઉતર્યા છે. ધરપકડના વિરોધમાં મેટ્રોકોર્ટના વકીલોએ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કર્યુ. આ વકીલો કામથી અળગા રહીને વિરોધ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે 26 જુલાઇની રાત્રીએ પોલીસ ઉપર હુમલો થયો હતો. હુમલા બાદ પોલીસે 29 આરોપીઓની ધરપકડ કરી હતી. આ પકડાયેલા આરોપીઓમાં ત્રણ વકીલ પણ હતા. મેટ્રોકોર્ટમાં ત્રણેય આરોપીઓ વકીલાત કરે છે. ત્રણેયની ધરપકડ બાદ વકીલ આલમમાં રોષનો માહોલ છવાયો છે.

આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં. તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. છારાનગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં 1 હજાર પોલીસનો કાફલો બંદોબસ્તમાં રાખવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી હતી.