Not Set/ Chandrayaan 2 : જો અને તો પર ટકી ઈસરોની આશા, સંભાવના-વિક્રમ લેન્ડર પોતાના પગે થશે ઉભુ

ઓર્બિટર દ્વારા થર્મલ ફોટોથી, તે સ્પષ્ટ છે કે ચંદ્રની સપાટી પરનાં ઉદ્દેશ્ય સ્થાનથી વિક્રમ લેન્ડર લગભગ 500 મીટરનાં અંતરે પડ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું વિક્રમ લેન્ડર તેના પગ પર ઉભુ થઇ શકે છે. આ પ્રશ્નનો જવાબ હા અને ના બંને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો વિક્રમ લેન્ડરનો ઇસરો […]

Top Stories India

ઓર્બિટર દ્વારા થર્મલ ફોટોથી, તે સ્પષ્ટ છે કે ચંદ્રની સપાટી પરનાં ઉદ્દેશ્ય સ્થાનથી વિક્રમ લેન્ડર લગભગ 500 મીટરનાં અંતરે પડ્યો છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું વિક્રમ લેન્ડર તેના પગ પર ઉભુ થઇ શકે છે. આ પ્રશ્નનો જવાબ હા અને ના બંને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો વિક્રમ લેન્ડરનો ઇસરો સેન્ટર સાથે સંપર્ક સ્થાપિત થઈ જાય, તો તે તેના પગ પર ઉભુ થઈ શકે છે.

વિક્રમ લેન્ડરમાં કોમ્પ્યુટર લાગેલ છે જે ઘણા કામ કરી શકે છે. ચંદ્ર સપાટી પર ક્રેશ લેન્ડિંગને કારણે, તેનું એન્ટેના દબાઇ ગયુ જેના કારણે સંપર્ક સ્થાપિત થઈ શક્યો નહીં. સંપર્ક સ્થાપિત કરવા માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેથી વિક્રમનો સંપર્ક થઈ શકે. જો આવું થશે, તો પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની બહાર નીકળી શકશે અને ચંદ્રની સપાટીની મહત્વપૂર્ણ માહિતી મેળવી શકશે.

વિક્રમ લેન્ડરની નીચેનાં ભાગમાં પાંચ થ્રર્સ્ટર્સ છે અને તેની આસપાસ પણ થ્રર્સ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ થર્સ્ટર્સનો ઉપયોગ અવકાશમાં તેની દિશા નિર્ધારિત કરવા માટે થવાનો હતો. સારી વાત એ છે કે બધા થ્રર્સ્ટર્સ સુરક્ષિત છે. આ લેન્ડરનાં તે ભાગમાં થ્રસ્ટર્સ છે જ્યાં એન્ટેના દબાઇ ગયુ છે. જો કમાન્ડ ઓર્બિટર એન્ટેનાથી પ્રાપ્ત થાય છે, તો ઇસરો સેન્ટર વિક્રમને કમાન્ડ આપી શકશે. તેટલુ જ નહીં, તે તેના પગ પર પણ ઉભુ રહી શકે છે.

જો બધું યોજના પ્રમાણે ચાલતુ, તો વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન 14 દિવસ સુધી ચંદ્રની સપાટી પર પોતાનુ કાર્ય કરતુ અને 14 દિવસ બાદ ત્યા જ નષ્ટ થઇ જતુ. હાલમાં, બે દિવસ વીતી ગયા છે અને વૈજ્ઞાનિકોનાં હાથમાં 12 દિવસ છે. નિષ્ણાતો કહે છે કે, એક ચંદ્ર દિવસ પૃથ્વીનાં 14 દિવસની બરાબર છે. નિર્ધારિત સમય બાદ, ચંદ્ર પર રાત હશે અને તે સમયે વૈજ્ઞાનિકો માટે સંપર્ક સ્થાપિત કરવો ઘણો મુશ્કેલ બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.