Surat News : વડોદરામાં વીજ કનેક્શન આપવા મામલે 10 હજાર રૂપિયાની લાંચ લેતા સુરત DGVCLનો ડેપ્યુટી એન્જિનીયર ACBની જાળમાં ફસાઈ ગયો હતો.આ બનાવની વિગત મુજબ સહકાર આપનાર ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લઇ આપવાના કોન્ટ્રાક્ટનુ કામ કરે છે. જે અન્વયે સહકાર આપનારે કડોદરા-૨ પેટા વિભાગીય કચેરી, ડી.જી.વી.સી.એલ. કડોદરામાં ઇન્ડ્રસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લેવા માટે અરજી કરી હતી.
જે વીજ કનેક્શનની અરજી એપ્રુવ કર્યાના અવેજ પેટે આરોપી રવીશકુમાર છોટકુન રામ ઉ.વ.૩૮નાયબ ઇજનેર વર્ગ-૧ દ્વારા એક વીજ કનેક્શન દીઠ રૂ.૫૦૦૦/- લેખે બે વીજ કનેક્શન ની અરજી એપ્રુવ કરવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જેને પગલે ACBએ નાયબ ઇજનેરની ઓફિસમાં, કડોદરા સબ સ્ટેશન કંપાઉન્ડ, કડોદરા, સુરત ખાતે જાળ બિછાવી હતી. જેમાં રવીશકુમાર છોટકુન રામ 10 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ દેશના સૌથી વિશાળ શો ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ ’નું કર્યું ઉદઘાટન
આ પણ વાંચો:વાયબ્રન્ટ ગુજરાતના 20 વર્ષ પૂર્ણ, જામનગર કોર્પોરેશને કર્યું રન ફોર ફનનું આયોજન
