અમદાવાદમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે ત્યારે કોરોનાના કેસ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે.
હાલ અમદાવાદ શહેરોમાં એક્ટિવ કેસો 3101 થયા છે. દોઢ મહિનામાં પહેલી વાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. જે 30થી 31 ટકાનો વધારો થતો હતો, તે ઘટી રહ્યો છે. આજે 5 ટકાથી નીચે ગ્રોથ રેટ થયો છે. મેના અંત સુધી તેને ઝીરો ટકા સુધી લઈ જવુ છે. જેથી કોરોનાને માત આપી શકાય. ગઈકાલે 79 જેટલા લોકો સાજા થઈને ઘરે થયા હતા, આમ અત્યાર સુધી 691 લોકો રિકવર થયા છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. ફક્ત જે લોકો સંપર્કમાં આવ્યા છે એને જે લોકોમાં લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટિંગ કરવામાં આવશે. ટેસ્ટિંગના મર્યાદિત સાધનો હોવાથી એટલા ટેસ્ટિંગ કરી શકાય તેમ નથી. જો ઓફિસમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો બીજા દિવસે રિપોર્ટ કરાવો તો તેનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે.
અત્યાર સુધીમાં 32 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 10 લાખની વસતિએ 5344 ટેસ્ટ થઈ રહ્યા છે. જ્યારે 700 જેટલી ટીમ દ્વારા 3 લાખ 63 હજારનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જે લોકોમાં લક્ષણો જોવા મળ્યા છે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.
વિજય નહેરાએ વધુમાં કહ્યું કે શહેરમાં કુલ 4022 દર્દી નોંધાયા છે. પરંતુ આપણે ધ્યાન રાખવાનું છે કે એક સાથે કેસ વધવાથી આરોગ્ય વિભાગ પર સ્ટ્રેસ આવી શકે છે જેથી એક્ટિવ કેસોને નિયત્રણમાં લાવવા જરૂરી છે. હાલ 3101 એક્ટિવ કેસ છે જ્યારે દોઢ મહિનામાં પહેલીવાર એક્ટિવ કેસનો ગ્રોથ રેટ 5 ટકાથી ઓછો થયો છે. મેના અંત સુધીમાં એક્ટિવ કેસના ગ્રોથ રેટને ઝીરો ટકા સુધી લઈ જવાને છે. ગઈકાલે 79 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા 612થી વધીને 691 થઈ ગઈ છે.
1437 ફરિયાઓનું ચેકિંગ કરવામાં આવ્યું છે અને તેમાંથી 28 ફેરિયાઓમાં લક્ષણ જોવા મળતા પાસ અપાયા નથી જ્યારે બાકીના 1409 ફરિયાઓના પાસ ઈશ્યૂ કર્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ ખાનગી હોસ્પિટલ અને ક્લિનિક ચલાવતા તબીબોને તાત્કાલિક અસરથી હોસ્પિટલો અને ક્લિનિક ખોલવા અપીલ કરી હતી જેથી નાગરીકોને આરોગ્ય સુવિધા મળી રહે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
